એક સમયે સ્ટોક માર્કેટમાં ગોટાળો કરીને આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા હર્ષદ મહેતાના પરિવારજનોને કોર્ટે મોટી રાહત આપી છે. ઈન્કમટેક્સ વિભાગે મહેતા પરિવાર પર 1992-93ના નાણાકીય વર્ષમાં જેના પર ટેક્સ નથી લાગ્યો તેવી આવકમાં 2000 કરોડનો વધારો કર્યો હતો.જેની સામે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ અને તેમના ભાઈ અશ્વિન મહેતા ઈન્કમટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા.હવે ટ્રિબ્યુનલે ઈનમટેક્સ વિભાગે હર્ષદ મહેતાના રિટર્નમાં બતાવેલી વધારાની 2000 કરોડની રકમનો દાવો ફગાવી દીધો છે. હર્ષદ મહેતાનુ 2001માં મોત થયુ હતુ પણ તેમનો પરિવાર આ કેસ લડી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 1991-92માં હર્ષદ મહેતાએ શેર બજારમાં કરેલા ગોટાળા બાદ આખા દેશમાં હલચલ મચી ગઈ હતી.તેના કારણે તત્કાલીન પીએમ નરસિમ્હા રાવની સરકાર પણ હલી ગઈ હતી. બેન્કોએ આ ગોટાળામાં 5000 કરોડ ગુમાવ્યા હતા.હર્ષદ મહેતાએ પીએમને પોતાના છુટકારા માટે લાંચ આપી હોવાનો આરોપ મુકીને ખભળાટ મચાવ્યો હતો. પહેલી વખત આ ગોટાળાના કારણે સ્ટોક માર્કેટમાં રોકાણકારોએ 1 લાખ કરોડ રુપિયા ગુમાવ્યા હતા.

