આજે ભારતને વિંગ કમાન્ડર ‘અભિનંદન’ મળશે : વાઘા બોર્ડર ઉપર કમાન્ડરને પરત મોકલવા પાકિસ્તાનને ફરજ પડી

Uncategorized દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

સરહદે શાંતિ સ્થાપવા અમે ભારતીય પાયલટને છોડી રહ્યા છીએ – પાકિસ્તાન

ભારત અને બીજા દેશોના દબાણને પગલે પાકિસ્તાને ઝુકવુ પડયું છે અને ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ભારતીય પાયલટ અભિનંદનને આજે એટલે કે શુક્રવારે વાઘા બોર્ડર ઉપર ભારતને પરત સોપી દઇશું.ઇમરાન ખાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતું જ્યારે પાક.ના વિદેશ પ્રધાન કુરેશીએ અભિનંદનને હાલ પરત આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપીત ન થાય ત્યાં સુધી અમે અભિનંદનને નહીં છોડીએ. ભારત સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ પાકિસ્તાને મુક્યો હતો પરંતુ ભારત દ્વારા આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.