મસૂદ અઝહર એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નથી જઇ શકતો – પાક.

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાન આંતંકી ને બચાવવાનો પ્રયત્ન

હવે પાકિસ્તાને પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ કાર્યવાહીના સવાલ પર ભારત પાસે પુરાવાની માગણી કરી છે. જ્યારે હકીકતમાં પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશે જ લીધી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ એક ટીવી ચેનલને આપેલા` ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ કે, અઝહર પાકિસ્તાનમાં છે. પરંતુ એટલી હદે બીમાર છે કે, તે પોતાના ઘરની બહાર પણ નથી નિકળી શકતો આ પ્રમાણે પાકિસ્તાન આંતંકી ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.