હોંગકોંગમાં આંદોલનકારી પર પોલીસનો લાઠીચાર્જ પાણી અને ટીયરગેસનો મારો ચલાવ્યો

દેશ-વિદેશ

ચીન સામે આંદોલન કરી રહેલા લોકશાહી તરફી દેખાવકારોએ પોલીસ પર ઇંટો અને પેટ્રોલ બોમ્બથી હુમલા કરતાં જવાબમાં પોલીસે પણ પાણીનો મારો અને ટીયરગેસ છોડી તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા સમયના વિરામ પછી ફરીથી હિંસા ભડકી ઉઠી હતી અને ઠેર ઠેર આૃથડામણો થઇ હતી.

રવિવારે મંજૂર ન હોવા છતાં પણ હજારો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને છેલ્લા 99 દિવસોથી ચાલતાં આંદોલનમાં તેમણે વધારો કર્યો હતો.લોકપ્રિય બળવામાં દિવસે ને દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાતા જાય છે.

આંદોલનમાં બે્રવ તરીકે જાણીતા બનેલા કટ્ટરવાદી જુથે શહેરમાં આવેલી સરકારની મુખ્ય ઇમારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અનેક ટીયરગેસ છોડયા હતા અને મોલોતોવ કોકટેલ વછી પાણીનો મારો કર્યો હતો. સંકુલને ફરતે તૈનાત કરાયેલા સુરક્ષા દળો પર પથૃથરો ફંકવામાં આવ્યા હતા. આ જગ્યા અને આ ઇમારત આંદોલનમાં હમેંશા ટાર્ગેટ બને જ છે.

ટીવી ચેનલો માં ચીનની સામ્યાવદી પક્ષના સૃથાપનાના 70 વર્ષની ઉજવણી દર્શાવતા પોસ્ટરો ફાડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમણે ચીની ધ્વજને બાળ્યો હતો. સાંજ પડતાં જ તોફાન નિયંત્રણ કરતી પોલીસે દેખાવકારોને ભગાડી દીધા હતા અને તેમની પર વાદળી રંગના પાણીનો માર્યો કર્યો હતો.

કેટલાક દેખાવકારોએ રસ્તામાં અવરોધ ઊભા કરી દીધા હતા, આગ લગાડી હતી અને સબવેના સ્ટેશનોમાં તોફાન કર્યા હતા. પરંતુ લોકોએ સીધી રીતે આૃથડામણ ટાળી હતી. મોટી સંખ્યામાં પોલીસ આવતા તેઓ સૃથળ પરથી ભાગી ગયા હતા.

પોલીસ અને દેખાવ કરનારાઓ વચ્ચેની આૃથડામણમાં પહેલાં જેવી ધાર દેખાતી નહતી. એક સમયનો સિૃથર નાણાકીય કેન્દ્ર હોંગકોંગ હવે સપ્તાહો સુધી કોઇ પણ જાતની પ્રવૃત્તિ વિના સુનો બની જાય છે. કેટલીક વખતે હિંસક આૃથડામણો થાય છે. 1997માં હોંગકોંગ ચીનને પરત અપાયા પછીથી આ સૌથી મોટી ચળવળ છે જેમાં યુવાનોએ નેતૃત્વ સંભાળ્યું છે.

ચીનને હોંગકોંગ પરત આપતી વખતે બ્રિટને કરેલા કરાર મુજબ હોંગકોંગ 50 વર્ષ સુધી તેની અનોખી સ્વતંત્રતાને જાળવી શકશે. પરંતુ લોકશાહી તરફી આંદોલનકારીઓએ બેંજીંગ પર વચન તોડયાનો આક્ષેપ મૂક્યો હતો અને આૃર્ધ સ્વાયત્ત દેશ પર રોજકીય વર્ચસ્વ જમાવવાના પ્રયાસોનો પણ આક્ષેપ કર્યો હતો.