વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના હ્યૂસ્ટનની મુલાકાતે જવા રવાના થશે. પીએમ મોદી હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં ૫૦ હજારથી વધારે લોકો હાજરી આપવાના છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના ૬૦ જેટલા સાંસદ પણ હાજરી આપવાના છે.
અમેરિકાના ૩૩ રાજ્યના ૬૦૦થી વધારે ભારતીય સમુદાય દ્વારા હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમ્યાન યુએનના ૭૪માં સત્રને પણ સંબોધન કરશે. આ ઉપરાંત અમેરિકા સાથે વેપાર અને વાણીજ્ય અંગે પણ મહત્વની બેઠક મળવાની છે.
મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ ૨૦૧૪માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને ૨૦૧૬માં સેન જોંસ સિલિકોન વેલીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. આ બન્ને કાર્યક્રમમાં ૧૮-૧૮ હજાર લોકો હાજર રહ્યા હતા.

