બનાસકાંઠામાં એક સમયે એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીએ જુગલબંધી રચી છે. જો યોજના પ્રમાણે બધુ પાર પડ્યું અલ્પેશ-શંકર ચૌધરીની જુગલબંધી! ઠાકોરો અને ચૌધરીઓની નવી ધરી ભાજપની શક્તિ વધારશે?
રાજ્યમાં સાત વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ વિધાનસભા ખૂબ હાઈ-પ્રોફાઈલ રહેશે. કેમકે પાછલી ચૂંટણીમાં આ બંને બેઠક કોંગ્રેસ પાસે હતી. ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઠાકોર અને ચૌધરી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની જોડીએ ઉત્તર ગુજરાતની ચાર-ચાર બેઠકો પર કમળ ખિલવવા જુદા જુદા કાર્યક્રમોમાં સાથે જોવા મળતાં સ્થાનિક સમાજ અને રાજકારણમાં નવી ધરી રચાતી જોવા મળી રહી છે. હજુ પેટાચૂંટણીની જાહેરાત થઈ નથી કે ટિકિટ આપવાની જાહેરાત થઈ નથી. પરંતુ આ બંને નેતાએ પોતાને જાતે જ ઉમેદવાર જાહેર કરીને સાથે મળી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ ભાજપની સાથે હરહંમેશ રહ્યો છે. ત્યારે હવે ઠાકોર અને ચૌધરી સમાજ પણ ભાજપમાં એક સાથે આવી જતાં ભાજપની શક્તિમાં બમણો વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. બીજી તરફ ઠાકોર અને ચૌધરી સમાજ પણ હવે પાર્ટી અને સરકારમાં મહત્વના હોદ્દાઓની દાવેદારી માટે મજબૂત થયા છે. ત્યારે આગામી દિવસોમાં બંને સમાજના નેતાઓને કેટલું મહત્વનું સ્થાન મળે છે તે જોવું રહેશે. રાધનપુર અને બાયડ બંને એવી બેઠક છે. જ્યાં કોંગ્રેસના મતદારો વધારે છે. ભાજપને લાગી રહ્યું છે કે આ બંને બેઠક જીતવા માટે કોંગ્રેસ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દેશે. તો બીજી તરફ હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહના ભરોસે છે. તેમને રાધનપુર અને બાયડ કોંગ્રેસ પાસેથી આંચકી લેવાની જવાબદારી સોપવામાં આવી છે.

