મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ આજે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તંદગીલી છતાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ સમયસર જ યોજાશે.
ભારત-પાક.વચ્ચે સરહદે તંગદીલી હોવાથી શું ચૂંટણીઓ સમયસર યોજાશે?
મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ આ સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું કે “ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓનું નિરિક્ષણ કરવા છેલ્લા બે દિવસોથી તેઓ અત્રે આવ્યા છે. ‘દેશમાં લોકસભાની ચૂંટણીઓ સમયસર જ યોજાશે’.
પંચના નવા જાહેરનામા અનુસાર, દરેક ઉમેદવારને દેશમાં અને પરદેશમાં તેમની જો મિલકત હોય તો તેની માહિતી આપવી પડશે.’ આવક વેરા વિભાગ તેની પર નજર રાખશે. જો તેમાં કોઇ ગેરરીતી જણાશે તો તેને પંચની વેબસાઇટ પર તેને અપલોડ કરી દેવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરાશે’એમ તેમણે કહ્યું હતું.ઉશ્કેરણીજનક ભાષણો અંગે પૂછવામાં આવતા અરોરાએ કહ્યું હતું કે અગાઉની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા કેસોની હાલની સ્થિતિ અંગે તેઓ જાણવાનો પ્રયાસ કરશે.
‘ચૂંટણી પંચને જે કંઇ પણ મળ્યું હતું તેનાથી ડીજીપી અને મુખ્ય સચિવને મેં વાકેફ કર્યા હતા. તેમણે કડકમાં કડક પગલાં લેવાની ખાતરી આપી હતી’એમ તેમણે કહ્યું હતું. પંચ મૂક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા પ્રતિબધ્ધ છે અને આ સબંધમાં જે કંઇ પણ ફરીયાદ મળશે તેની પર ત્વરિત કાર્યવાહી કરાશે. ઇવીએમની કાર્યવાહી પર અનેક રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે EVMને ફુટબોલની જેમ ફંગોળવામાં આવે છે. ‘
છેલ્લા બે દાયકાથી EVMનો ઉપયોગ કરાય છે. જો આપણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ત્યાર પછી ચાર મહિના પછી યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ તદ્દન અલગ જ હતા. આપણે જ જાણે-અજાણે ઇવીએમને ફુટબોટ બનાવી દીધો છે. જો પરિણામ કોઇની તરફેણમાં આવે તો સાર અને વિરૃધ્ધમાં આવે તો ખરાબ’એમ તેમણે કહ્યું હતું.

