રાજયમાં જળ સંકટ આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે રાજયના ૨૦૩ ડેમમાંથી ૧૧૩ ડેમ સુકાયેલા છે અથવા સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં કનિદૈ લાકિઅ માંડ ૧૦ ટકા પાણી છે. જયારે ૬૫ ડેમો ૫૦ ટકાથી ૧૦ ટકા વચ્ચે ભરેલા છે. રાજયના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ ૨૦૧૮ સરખામણીમાં આ વર્ષે ૮.૮ ટકા વધારે પાણી છે. સરદાર સરોવર ડેમમાં ૯,૪૬૦ એમસીએમ પાણીની ક્ષમતાની સામે શુક્રવારે ૪.૩૦૫ મિલિયન કયુબિક મીટર પાણી હતું. વર્ષ ૨૦૧૮ની પહેલી માર્ચે સરદાર સરોવરમાં ૩,૪૭૨ એમસીએમ પાણી હતુ, જે આ વર્ષની સરખામણીમાં ૮૩૨ એમસીએમ ઓછું હતું. પાણીના સ્તર અંગે સિંચાઈ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજયના ૨૦૩ ડેમોમાં પાણી ગત વર્ષની સરખામણીમાં ૯.૫૭ ટકા ઓછું છે. આ ડેમોમાં પાણી માત્ર ૫,૦૩૦.૩૦ એમસીએમ છે, જે તેની ક્ષમતા કરતાં ત્રીજા ભાગનું છે.

