પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી સંકલ્પ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષ પાર્ટીઓ પર જોરદાર કટાક્ષ કર્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આપણા દેશની સેના આતંકને કચડવામાં વ્યસ્ત હતી, તેવા સમયે દેશની અંદર કેટલાક લોકો એવું કામ કરી રહ્યા હતા, જેનાથી દુશ્મનોના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસ અને તેમનાસ હયોગીઓ એવી વાત કરે છે જેનાથી પાકિસ્તાનમાં તાલીઓ પડે છે. જ્યારે કે તેમણે આતંકની ફેક્ટરી વિરુદ્ધ એક સૂરમાં વાત કરવાની જરૂર હતી, ત્યારે દિલ્હીમાં 21 પક્ષો એનડીએ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવી હતી. દેશનો કોઈપણ વ્યક્તિ તેમને માફ નહીં કરે.’
વડાપ્રધાને રેલીમાં જણાવ્યું કે, ‘ગરીબ અને મધ્ય વર્ગની કમાણી ખત્મ કરી, જે પોતાની દુકાન ચલાવી રહ્યા છે તેઓ હવે ચોકીદારથી હેરાન થઈ ગયા છે.

