આથિયા શેટ્ટી હાલ પોતાના અંગત સંબંધને કારણે ચર્ચામાં છે. તેની અને ક્રિકેટર કે.એલ રાહુલની દોસ્તી વધી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, આથિયા અને રાહુલ ડેટ કરી રહ્યા છે. આ જોડીવારંવાર ડિનર અને ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં જ આથિયા અને રાહુલ ડિનર પર ફરી સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બન્ને એકબીજાને ડેટ કરીરહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. તાજેતરમાં આથિયા અને રાહુલ સાથે જોવા મળ્યા હતા.
આથિયાએ બ્લેક બ્લેઝર અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું, જ્યારે રાહુલે વ્હાઇટ ટી શર્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. તેમની સાથે સૂરજ પાંચોલી અને આકાંક્ષા રંજને પણ જોઇન્ટ હતા. ડિનર બાદ આથિયા અને રાહુલ એક જ કારમાં સાથે જતા જોવા મળ્યા હતા. ડિઝાઇનર વિક્રમ ફડનીસે આથિયાની રાહુલ સાથેના સંબંધની મજાક ઊડાવી હતી, તેથી પણ બન્ને વચ્ચે રોમાન્સની વાતને વેગ મળ્યો હતો.