POKમાં ભારતીય સેનાનો તોપમારો, આતંકી કેમ્પો તબાહ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પર કોઈ પણ ઉશ્કેરણી વગર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સેનાએ પાકિસ્તાન હતપ્રભ થઈ જાય તેવો ભીષણ અને આકરો જવાબ આપ્યો છે.

ભારતીય સેનાએ લાંબી રેન્જ ધરાવતી તોપો વડે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો શરૂ કર્યો છે.છઆ તોપમારામાં આતંકવાદી કેમ્પો તબાહ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.આ તોપમારામાં સંખ્યાબંધ આતંકીઓ સાથે પાંચ પાકિસ્તાની સેનાના જવાનોના પણ મોત નિપજ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

તંગધાર સેક્ટરમાં આજે પાક સેનાએ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો.જેમાં બે જવાનો શહીદ થયા હતા જોકે ભારતે આપેલા વળતા જવાબમાં પાકિસ્તાનના દાંત ખાટા થઈ ગયા છે.

ભારતે તોપોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને વગર કહે સંદેશ આપી દીધો છે કે, પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકતનો જવાબ ભારત બમણા જોશથી આપીને પાકિસ્તાનમાં ખાના ખરાબી સર્જશે.