ટેક્સ / આર્થિક મોરચે સરકારને ફરી લાગી શકે છે ઝટકો, ટેક્સ કલેક્શનમાં ઘટાડાના સંકેત

મુખ્ય સમાચાર રાજકીય

સરકાર માટે આર્થિક મોરચે એક ખરાબ સમાચાર છે. આ વર્ષે તેની કમાણી 2 લાખ કરોડ સુધી ઘટી શકે છે. આ વર્ષ ટેક્સ કલેક્શનના અનુમાન આમ બતાવી રહ્યા છે. 5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજુ કર્યું. તેમા લગભગ 25 લાખ કરોડની કમાણીનું અનુમાન બતાવ્યું હતું. પરંતુ હવે ન માત્ર અર્થવ્યવસ્થાની ઝડપ પણ ઘડી રહી છે પરંતુ સરકારની કમાણી પણ ઘટતી જઇ રહી છે.

  • સરકાર માટે આર્થિક મોરચે એક ખરાબ સમાચાર
  • આ વર્ષે સરકારની કમાણી 2 લાખ કરોડ સુધી ઘટી શકે
  • 5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજુ કર્યું હતું

બજેટ મુજબ 2019-20માં ટેક્સથી થનારી કુલ કમાણી 24.6 લાખ કરોડ રહેવાનું અનુમાન હતું. ગત મહીને કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડાથી સરકારને 1.45 લાખ કરોડ મહેસૂલની કમાણી છોડી હતી. ગત મહીને સપ્ટેમ્બરમાં જીએસટીથી કમાણી ઘટીને 91,916 કરોડ રહી ગઇ. જે ગત 19 મહીનામાં સૌથી ઓછો છે, અને માસિક સરેરાશથી લગભગ 10,000 કરોડ ઓછો છે.

જો અર્થવ્યવસ્થા આ ઝડપે ઘટતી રહી તો આવતા 6 મહીનામાં જીએસટીથી અનુમાનિત કમાણી 50,000 કરોડ ઘટી શકે છે. એટલે કે માત્ર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને જીએસટી કલેક્શનમાં ઘટાડાને કારણે 2019-20માં સરકારની કુલ કમાણી અનુમાનથી લગભગ 2 લાખ કરોડ સુધી ઓછી રહી શકે છે. એક્ટપર્ટ્સ માને છે કે આ ઘટાડો વધુ હોઇ શકે છે.