ઘરેલુ ઉપચારમાં અને વાણંદની દુકાનમાં ફટકડીનો ઉપયોગ થતાં તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહી હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે ઘરેલું ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે આજે જ 50 ગ્રામ ફટકડીનો ટુકડો લઈને તેને ઘર અથવા ઓફિસનાં દરેક રૂમનાં ખૂણામાં રાખી દો. તેનાંથી અલગ અલગ વાસ્તુ દોષોથી થનારી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને સુખ-શાંતિની સાથે સાથે ધન-સંપદામાં પણ વધારો થશે. ના સિવાય જો સૂતા પહેલાં કાળા કપડામાં ફટકડી બાંધીને પથારીમાં ઓશિકા નીચે રાખવાથી રાત્રે ખરાબ સપના આવશે નહી અને અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળશે. એવી જ રીતે દુકાન અથવા ઓફિસમાં વૃદ્ધિ માટે અને નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો.

