અમુક મહિલાઓએ દાવો કર્યો હતો કે જિન્સ અને કેપ્રી પહેરવા પર તેમને ટૂ વ્હિલર વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી રોકવામાં આવ્યા હતા. આ આરોપો પર આરટીઓએ મંગળવારે કહ્યું કે ટેસ્ટ માટે કોઇ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો નથી. આરોપ ખોટા છે.
ટેસ્ટ દરમિયાન સુરક્ષા અને શાલીનતાનું ધ્યાન રાખો- RTO
અમુક મહિલાઓએ કથિત રીતે કેકે નગર આરટીઓના મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો કે તેમણે જિન્સ અને કેપ્રીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા ન દીધી. તેમને સલવાર કમીઝ પહેરીને આવવા કહ્યું.
આરોપ પર આરટીઓ પશ્વિમના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સીને કહ્યું – કોઇ પણ મહિલાને આ કારણે પાછા નથી મોકલવામાં આવ્યા. પરંતુ મહિલા અને પુરુષ બન્ને માટે એ વાત સારી રહેશે કે તેઓ ટેસ્ટ સમયે સુરક્ષા અને શાલીનતાનું ધ્યાન રાખે. અધિકારીએ કહ્યું કે લાંબો અથવો ખુલો દુપટ્ટો કે ઢીલા કપડાં, સાડી વગેરે ડ્રાઇવિંગ સમયે સમસ્યા બની શકે છે. ટેસ્ટ હોય કે સામાન્ય પરિસ્થિતિ, તેઓ સમસ્યા પેદા કરી શકે છે. જોકે અમે ટેસ્ટ દરમિયાન કોઇ ખાસ કપડા પહેરીને આવવા માટે કહ્યું નથી.
છ મહિના પહેલા પણ એક અન્ય આરટીઓએ પણ શહેરની અમુક મહિલાઓને યોગ્ય પરિધાન પહેરવાની સલાહ આપી હતી જેથી તેઓ સુરક્ષિત રીતે ટૂ વ્હિલર ચલાવી શકે.

