કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ ટૂંકાવ્યો, દિલ્હી રવાના થયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં પ્રવાસ ટૂંકાવીને સાંજે દિલ્હી પરત રવાના થયા હતા. સરકીટ હાઉસ ખાતે અમિત શાહે સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ મુજબ મહાત્મા મંદિર ખાતે વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ કાર્યક્રમ બાદ તેઓ બપોરે કલોલની KIRC કોલેજમાં કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. તેમજ પરિવાર સાથે ધન તેરસ ઉજવવાના હતા.