અમેરિકન વાયુસેનાનું સ્પેસક્રાફ્ટ એક્સ-37B રવિવારે ઓર્બિટની 780 દિવસની પરિક્રમા બાદ પૃથ્વી પર પાછું ફર્યું છે. આ રહસ્યમય મિલેટ્રી ટેસ્ટ પ્રોગ્રામના ઈતિહાસનું સૌથી લાંબુ મિશન છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, માનવરહિત સ્પેસ વિામન નાના અંતરિક્ષ જેવું જ લાગે છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફરીથી ધરતી પર તપાસ કરવા માટે લાવી શકાય છે.
અવકાશમાં આવનારા પડકારો માટે કામ કરવાનો હેતું
- વાયુસેનાએ આ પ્રકારના પ્રયોગો વિશે કોઈ જાણકારી આપી નથી. એક નિવેદનમાં વાયુસેનાએ માત્ર એક ઘટસ્ફોટ કર્યો હતો કે આ પ્રકારા કાર્યક્રમનો ઉદ્દેશ અવકાશમાં આવતા પડકારો માટે કામ કરવાનું છે અને સ્પેસ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા વાહનોને રિયુઝએબલ બનાવવાનું છે.
- આ છેલ્લા એક દાયકામાં 5મું એક્સ -37B સ્પેસ પ્લેન છે, જેને પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવ્યું છે. બ્રિગેડિયર જનરલ ડોગ સીસે રવિવારે કહ્યું કે, અમારી ટીમ કાર્યક્રમની તૈયારીમાં લાગી ગઈ હતી. એક્સ-37Bની સુરક્ષિત અને સફળ લેન્ડિગમાં તેમની કડક મહેનત અને સમર્પણ જોઈને મને ખુબ ગર્વ થઈ રહ્યો છે.
- વાયુસેનાએ કહ્યું -એક્સ 37B મિશને વાયુસેના અનુસંધાન પ્રયોગશાળા(AFRL) માટે ઘણા પ્રયોગ કર્યા. AFRL અંતરિક્ષ, વાયુ અને સાઈબરસ્પેસ સેક્ટરો માટે વોરફાઈટિંગ ટેકલોજી વિકસીત કરે છે.
-
વિમાન એક્સ-37Bને નવા નેવિગેશન સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. સાથે જ વાયુમંડળમાં વિમાનના પ્રવેશ અને સુરક્ષિત લેન્ડિગ બનાવાયું છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, ગત મિશનોએ નેવિગેશન, થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ, ઓટોનોમસ ઓર્બિટલ ફ્લાઈટ જેવું ટેકનીકલ પરિક્ષણ કર્યું છે.
2020માં છઠ્ઠા એક્સ-37B મશીનની તૈયારી શરૂ કરી
એક્સ-3B સ્પેસક્રાફ્ટ અંદાજે 29 ફુટ લાંબું અને 9.5 ફુટ પહોળું છે. તેના પાંખિયાની પહોળાઈ 15 ફુટ છે. જેનાથી સ્પેસએક્સ ફાલ્કન-9 રોકેટથી સપ્ટેમ્બર 2017માં અંતરિક્ષમાં લોન્ચ કરાયું હતું. વાયુસેનાએ કહ્યું કે, તે 2020માં છઠ્ઠા એક્સ-37B મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

