લાંબી રાજકીય હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ

મુખ્ય સમાચાર રાજકીય
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામના 19 દિવસ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની સાથે જ રાજ્યની વિધાનસભા નિલંબિત અવસ્થામાં આવી ગઈ છે. રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગાવાયું છે.પરંતુ કોઈ પાર્ટી કે ગઠબંધન પહેલાં બહૂમતિના આંકડા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી લેશે તો તેને 6 મહિના પહેલાં ખત્મ કરી શકાશે.
આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બંધારણ અનુસાર મહારાષ્ટ્ર સરકાર ચલાવી શકાતી નથી અને આજે બંધારણની કલમ President 356 (રાષ્ટ્રપતિ શાસન)ની જોગવાઈઓ દ્વારા વિચારણા મુજબનો રિપોર્ટ રજૂ કર્યો છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તાનો સંઘર્ષ હવે રાષ્ટ્રપતિ શાસન તરફ પહોંચતું જોવા મળી રહ્યું છે. કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહૂમતિ નહી હોવાથી હજુ સુધી સરકારની રચના થઈ શકી નથી. ભાજપ અને શિવસેનાને રાજ્યપાલે સરકાર રચવા માટેનું નિમંત્રણ  આપી દીધું છે. પરંતુ બંન્નેના ચાન્સ પૂર્ણ થઈ ગયા છે. હવે આજે શિવસેનાની વારી છે જો તે પણ ફેઈલ થશે તો રાષ્ટ્રપતિ શાસન લગવવામાં આવશે.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રની સ્થિતી પર કેન્દ્ર સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. તે વાત પર ચર્ચા થઈ કે જો NCP પણ પુરતુ સમર્થન પત્ર સાથે નહી આવે તો શું  નિર્ણય લેવામાં આવે તે મામલે રાજ્યપાલ દરેક કાયદાકિય બાબતો પર સલાહ લઈ રહ્યાં છે.
જ્યારે વડાપ્રધાને પણ કેબિનેટ બેઠક બોલાવી છે. સુત્રોનું માનીએ તો કેબિનેટમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિર્ણય લેશે અને કેબિનેટની કેબિનેટની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલશે.