સ્વિસ બેન્કોમાં ભારતીય નાગરિકોના 10થી વધારે નિષ્ક્રીય ખાતાઓનો છેલ્લા 6 વર્ષમાં કોઈ દાવેદાર સામે આવ્યું આવ્યું નથી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નક્કી કરાયેલી મર્યાદાની અંદર દાવા અને વિગતો નહીં થાય તો આ ખાતાઓની રકમ સ્વિત્ઝરલેન્ડ સરકારને ટ્રાન્સફર કરી દેવાશે. સ્વિસ સરકારે 2015માં બેન્કોના નિષ્ક્રિય ખાતાઓની માહિતી સાર્વજનિક કરવાની શરૂ કરી હતી. અત્યાર સુધી બંધ પડેલા 3,500 ખાતાઓામં અંદાજે 300 કરોડ રૂપિયા જમા થવાની ખબર પડી છે. જેનો કોઈ દાવેદાર સામે આવ્યો નથી. જેમાંથી ઘણા ખાતાધારકોને વિગતો સોંપવાની મર્યાદા આગામી મહિનામાં અને બાકીનાઓ માટે આગામી ડિસેમ્બર સુધીની છે.
વૈશ્વિક દબાણમાં સ્વિત્ઝરલેન્ડે છેલ્લા ઘણા વર્ષોથી તેમની બેન્કિગ પ્રણાલીની દેખરેખ અન્ય દેશો માટે ખોલી છે. ઓટોમેટિક સૂચના વિનિમય પ્રણાલીના કરાર બાદ સ્વિત્ઝરલેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશને ભારત સાથે બેન્ક ખાતાઓની જાણકારી બહાર પાડી છે.
ભારત સરકારે જૂન,2014 સ્વિત્ઝરલેન્ડથી સ્વિસ બેન્કોના ભારતીય ખાતાધારકોની જાણકારી માંગી હતી. ત્યારબાદ સ્વિસ સરકારે સપ્ટેમ્બર, 2019માં ભારતીયોના ખાતાઓની પહેલી વિગત સોંપી હતી. આ સાથે જ ઘણા સક્રિય અને 2018માં બંધ કરાયેલા ખાતાઓની જાણકારી પણ જાહેર કરી હતી. ખાતાઓની અન્ય ડિટેલ,2020માં મળશે.
નિષ્ક્રિય ખાતાધારકોમાં આ લોકોના નામ સામેલ
સ્વિસ બેન્કોના જણાવ્યા પ્રમાણે, નિષ્ક્રિય ખાતાધારકોમાં કોલકાતાના 2, દહેરાદૂનના એક, મુંબઈના 2, ફ્રાન્સ અને બ્રિટેનમાં રહેતા ઘણા ભારતીય નાગરિક પણ સામેલ છે. આ સિવાય લીલા તાલુકદાર અને પ્રમાતા એન તાલુકદારના નામના ખાતાધારકોના દાવાની સીમા 15 નવેમ્બરે ખત્મ થઈ રહી છે. અન્ય નિષ્ક્રિય ખાતાધારકોમાં ચંદ્રલતા પ્રાણલાલ પટેલ, મોહન લાલ, કિશોર લાલ, રોજમૈરી બર્નેટ, પિયરે વાચકે, ચંદ્ર બહાદુર સિંહ, યોગેશ પ્રભુદાસ સૂચાહના નામ સામેલ છે.
સ્વિત્ઝરલેન્ડમાં નિષ્ક્રિય ખાતા માટે કાયદો
સ્વિસ કાયદા મુજબ, જો 60 વર્ષ સુધી એકાઉન્ટહોલ્ડર સાથે સંપર્ક ન હોય તો આ ખાતાઓને નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. ખાતાઓમાં 500 સ્વીસ ફ્રેંકથી વધુ રકમ થવા પર દાવાઓને આમંત્રિત કરવામાં આવે છે. નિષ્ક્રિય ખાતાની માહિતી સાર્વજનિક થયા બાદ દાવો રજૂ કરવા માટે 1થી 5 વર્ષ સુધીનો સમય આપવામાં આવે છે. પછીથી કોઈ દાવો કરતું નથી તો તમામ રકમ સરકારના કબ્જામાં લેવામાં આવે છે.