ભારત કોઇને છંછેડતું નથી અને છંછેડે તો છોડતું પણ નથીઃ મોદી

કાશ્મીરના પુલવામામાં જવાનોની શહીદી વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. આ એક દિવસની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરીની હાજરીમાં યવતમાળ અને ધૂળેમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ સમારોહના મંચ ઉપરથી વડા પ્રધાન મોદીએ પુલવામાં હુમલા ખોરો/ આંતકવાદીઓને તેમજ પાકિસ્તાનને […]

Continue Reading

રેલવે બાનમાં લીધી, મુસાફરોને પરેશાન કરી ગૂર્જર નેતાએ કહ્યું સોરી

રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનનો આખરે અંત આવ્યો છે. રાજસ્થાનમાં પાંચ ટકાની માંગ સાથે ગુર્જર સમૂદાય આંદોલન પર ઉતર્યો હતો. આ મામલે રાજ્ય સરકારની લેખિત ખાતરી મળતા ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાએ શનિવારે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. બુધવારે રાજસ્થાન સરકારે વિધાનસભામાં ગુર્જરોને અનામત આપતું બિલ પારિત કર્યુ હતું જેને રાજ્યપાલે મંજૂર કર્યું હતું. […]

Continue Reading

પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર 200 ટકા ડયૂટી

ભારતે પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પરની આયાત ડયુટી ૨૦૦ ટકા વધારી દીધી છે. પરીણામે હવે ભારતના વ્યાપારીઓ અને ઉધ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને મળેલા એમએફએન દરજ્જાને  પણ પરત લઇ લીધો હતો. પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી […]

Continue Reading

જમ્મુઃ વધુ એક આતંકી હુમલો : મેજર શહીદ, જવાન ઘાયલ

જમ્મુના રાજોરીમાં એલઓસી પાસે આઇઇડી વિસ્ફોટ થયો હતો જેમાં એક સૈન્ય ઓફિસર શહીદ થયા છે. જ્યારે બીજો એક જવાન ગંભીર રીતે ઘવાયો છે.  આ જ વિસ્તારમાં અગાઉ ૧૧મી જાન્યુઆરીએ પણ સૈન્યના એક મેજર અને બે સૈન્ય જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે એક જ મહિનામાં બીજો મોટો આઇઇડી વિસ્ફોટ આ વિસ્તારમાં થયો છે. જેને પગલે […]

Continue Reading

આજે અમદાવાદની ધમમધતી બજારો બંધ રહેશે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ઘાતકી હુમલામામં 40 જવાનો શહીદ થઇ ગયા છે. હુમલા બાદ દેશની જનતાનું લોહી ઉકળી રહ્યું છે. ગુજરાતની આર્થિક પાટનગર અમદવાદમાં હુમલાનો જરા હટકે વિરોધ કરી રહ્યાં છે. જવાનો પર થયેલા હુમલાના બનાવને લઇને શહેરાના વેપારીઓએ  સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું […]

Continue Reading

અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધી BRTS શરૂ

અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધીની સીધી બીઆરટીએસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. રૂટ નં.૧૪ની આ બસ સેવાથી એસ.ટી. અને રેલવે સ્ટેશનો આવરી લેવાયા છે. કે જેથી આ નરોડા, વાસણાના પટ્ટાના લોકોને એસ.ટી. અને ટ્રેન સેવા સાથે સીધી જ રીતે સાંકળી શકાય. મેમ્કો ક્રોસ રોડ, જી.સી.એસ.હોસ્પિટલ, રાયપુર, આસ્ટોડિયા, દાણીલીમડા ચાર રસ્તા અને અંજલી જેવા […]

Continue Reading

સ્કૂલો-કોલેજો અને કચેરીઓ સહિત ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

કાશ્મિરમાં પુલાવાવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી માટે સ્કૂલો,કોલેજો અને યુનિ.સહિત સરકારી કચેરીઓ સહીત ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા અને આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આતંકવાદી હુમલામા શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલી આપવા અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમા બપોરે ગુજરાત યુનિ.ની એચ.એ.કોલેજના કેમ્પસમાં મોટી […]

Continue Reading

પ્રિયંકા ગર્ભવતી હોવાની અટકળને વેગ

પ્રિયંકા ચોપરા અને  નિક જોનાસના લગ્નને હજી તો ત્રણ મહિના થયા નથી. ત્યાં તો પ્રિયંકા બેબી બમ્પ સાથે તસવીરમા ંજોવા મળી છે. આ પરથી બોલીવૂડમાં ચર્ચા છે કે, પ્રિયંકા ગર્ભવતી છે. પ્રિયંકા ચોપરા હાલમાં ન્યુયોર્ક ફેશન વીકમાં જોવા મળી હતી. જેમાં દેશી ગર્લ ‘બેબી બમ્પ ફ્લોન્ટ’ કરતી જોવા મળી હતી. આ બાદ તે પ્રેગન્ટ હોવાની […]

Continue Reading

સૌથી ગ્લેમરસ સ્ટારનો ખિતાબ દીપિકા પદુકોણે મેળવ્યો

દીપિકા પદુકોણને હાલમાં જ મુંબઇમાં યોજાયેલા એક સ્ટાઇલ એન્ડ ગ્લેમરએવોર્ડના ફંકશનમાં સમ્માનિત કરવામાં આવી હતી. દીપિકાએ પોતાની ઉત્કૃષ્ટ સુંદરતા અને ટેલન્ટ માટે ઘણા પુરસ્કાર જીત્યા છે તેમાં એક વધુ ઉમેરો થયો છે. સાલ ૨૦૧૮ દીપિકા માટે ભાગ્યશાળી રહ્યું છે. જેમાં તેની સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવતને ઝળહળતી સફળતા મળી. તેમજ તેના રણવીર સિંહ સાથે લગ્ન […]

Continue Reading

‘સોન ચિડિયા’ પર કોનો પ્રભાવ રહ્યો, જાણો

સુશાંત સિંઘ રાજપૂત અને ભૂમિ પેડણેકરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સોનચિડિયાના ડાયરેક્ટર અભિષેક ચૌબેએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતી વખતે મારા દિલોદિમાગ પર બેન્ડીટ ક્વીન અને પાનસિંઘ તોમર ફિલ્મો છવાયેલી હતી. અગાઉ ઇશ્કિયા, ડેઢ ઇશ્કિયા અને ઊડતા પંજાબ જેવી ફિલ્મો આપનારા ચૌબેએ કહ્યું કે ચંબલની કોતરો અદ્ભુત સેટિંગ છે જેના આધારે ઉત્તમોત્તમ ફિલ્મો બની […]

Continue Reading