ગુજરાતમાં કમોસમી વરસાદથી કરોડોનો પાક ધોવાયો, મગફળી, કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન

ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના […]

Continue Reading

બેનામી સંપત્તિને પણ જાહેર કરવી પડશે નહીં કરો તો માલિકી જશે, સરકાર લાવી રહી છે કાયદો

સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે જોડાયેલા મામલા રાજ્યોના અધિકાર હેઠળ છે આથી કેન્દ્ર મોડલ કાયદો ઘડી રાજ્યોને આપશે. 19 […]

Continue Reading

કાશ્મીર પ્રવાસ પર આવશે 28 યૂરોપીયન સંસદ, કલમ 370 નાબુદ કર્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ

યૂરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી કોઈ વિદેશી પ્રતિનિધિમંડળનો આ પહેલો કાશ્મીર પ્રવાસ હશે. કલમ 370 હટાવ્યા બાદ દુનિયાભરમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. પાકિસ્તાન તરફથી આ મુદ્દાને વધારે પડતો વેગ આપવામાં આવી રહ્યો હતો. એવામાં આ ચર્ચાઓના વંટોળ વચ્ચે યૂરોપિયન […]

Continue Reading

પાકિસ્તાને તેમના એરસ્પેસ પરથી મોદીના વિમાનને ન જવા દીધું, ભારતે ICAOમાં ફરિયાદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પાકિસ્તાને તેમના એરસ્પેસનો ઉપયોગ ન કરવા દેવાના નિર્ણયને ભારતે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન(ICAO)માં ઉઠાવ્યો છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ICAO દ્વારા નક્કી કરાયેલા નિતી નિયમો પ્રમાણે, કોઈ દેશ દ્વારા અન્ય દેશથી ઓવરફ્લાઈટ ક્લીઅરન્સની માંગ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે મંજૂર કરી દેવાય છે. ભારત આ પ્રકારે ઓવરફ્લાઈટ ક્લીઅરન્સ […]

Continue Reading

સુરતના વાતાવરણમાં પલ્ટો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે સુરતમાં સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરતના યોગીચોક, વરાછા, કાપોદ્રા, અશ્વિનીકુમાર અને કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ વડોદરામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. જેથી ફરવા અને દર્શન માટે નીકળેલા લોકો અટવાયા હતા.

Continue Reading

બગદાદીની અંતિમ ક્ષણો અંગે ટ્રમ્પનો દાવો : તે ભયભીત થઈને ચીસો પાડતો હતો, રડતો હતો, કાયરની માફક મર્યો

અબુ બક્ર અલ બગદાદીને ઉત્તર-પશ્ચિમી સિરીયામાં અમેરિકાના વિશેષ દળોના હુમલામાં મારી નાંખવામાં આવ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે ક્રુર સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) નો સરગના અને દુનિયાનો નંબર વન આતંકવાદી બગદાદી એક કાયરની માફક મર્યો હતો. અમેરિકી ફોજની તાલીમબદ્ધ ડોગ સ્ક્વોડના 9 કુતરાએ બગદાદીનો પીછો કરીને […]

Continue Reading

બેસતા વર્ષના દિવસે વધુ એક વાર ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ગોંડલ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપને કારણે ગોંડલ તાલુકાના પાટિયાળી, હડમતાળા ગામમાં લોકો ઘરની બહાર નીકળ્યા. ગોંડલ તાલુકાના 10થી વધુ ગામોમાં 6 સેકન્ડ સુધી ધરતીમાં ધ્રુજારી અનુભવાઈ. સમી સાંજે 6.49 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે સવારે 8.47 વાગ્યે અરડોઈ અને પીપળીયા સહિત આસપાસના ગામોમાં આંચકો 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

Continue Reading

આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી […]

Continue Reading

જેલમાં બંધ પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઇલાજ માટે એઇમ્સ લઈ જવાયા

આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. ચિદમ્બરમની તબિયત બગડવાને કારણે એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચિદમ્બરમ પ્રવર્તન નિદેશાલયના રિમાન્ડમાં તિહાર જેલમાં બંધ હતા. મળેલી માહિતી મુજબ, ચિદમ્બરમને જેલમાં પેટની તકલીફ હતી. ત્યારબાદ સોમવારે સવારે અધિકારી તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાજે તેમને […]

Continue Reading

આતંકીઓએ અનંતનાગમાં ટ્રક ડ્રાઇવરની ગોળી મારી હત્યા કરી, બે અઠવાડિયામાં આ ચોથી ઘટના

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી સફરજનના વેપાર સાથે જોડાયેલા ડ્રાઇવરો અને વેપારીઓ પર નિશાનો સાધી રહ્યાં છે. સોમવારે રાતે અનંતનાગના બિજબેહારામાં આતંકીઓએ કાશ્મીરના ઉધમપુરમાં રહેતા ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા કરી છે. થોડા કલાકો પહેલાં જ કેટલાક આતંકીઓએ સોપોરના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 6ની હાલત ગંભીર […]

Continue Reading