જેલમાં બંધ પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઇલાજ માટે એઇમ્સ લઈ જવાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. ચિદમ્બરમની તબિયત બગડવાને કારણે એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચિદમ્બરમ પ્રવર્તન નિદેશાલયના રિમાન્ડમાં તિહાર જેલમાં બંધ હતા.

મળેલી માહિતી મુજબ, ચિદમ્બરમને જેલમાં પેટની તકલીફ હતી. ત્યારબાદ સોમવારે સવારે અધિકારી તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાજે તેમને એઇમ્સમાં ખસેડ્યાં હતા. એઇમ્સમાં ડોક્ટરોની ટીમે ચિદમ્બરમની તપાસ કરી કોઇ ગંભીર બાબત નથી તેવું જણાવ્યું છે.