PM મોદીનાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અર્થવ્યવસ્થા બગાડનારા જેલમાં, આ તો શરૂઆત છે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ, મુંબઈ હુમલા અને આર્ટિકલ 370ને લઇને કૉંગ્રેસ સહિત વિરોધી દળો પર જોરદાર હુમલો કર્યો. પૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમ તરફ ઇશારો કરતા પીએમે કહ્યું કે, “10 વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરનારાઓમાંથી ઘણા લોકો જેલમાં બંધ છે. આ તો હજુ સફાઈ અભિયાનની શરૂઆત છે. આગળ […]

Continue Reading

ઉઝબેકિસ્તાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવા માટે ઠેરઠેર બેનરો લાગ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 30મી ઓકટોબરે સરકારી કર્મચારીઓ માટે રજા જાહેર કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઑક્ટોબર ૨૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ ૯ નવેમ્બર ૨૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં જાહેર કરવામાં આવી છે. જેને કારણે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓને દિવાળી પર્વ નિમિત્તે મીની વેકેશન મળી ગયું છે. 26મી […]

Continue Reading

દિલ્હી: પોલીસ સ્ટેશનો પર ફિદાઇન હુમલાની ચેતવણી

ભારતની ગુપ્ત એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસની ચોકી પર ફિદાઇન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓની ચેતવણી મુજબ આતંકીઓ દિલ્હી પોલીસને નિશાનો બનાવી શકે છે. આ ચેતવણી પછી દિલ્હીમાં પોલીસ સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ દિલ્હીના 200 જેટલો પોલીસ સ્ટેશનોની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે અન્ય માટે […]

Continue Reading

દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને 6 માસની જેલની સજા

દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે છ માસની જેલ સજા ફટકારી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલે આ મામલે દોષી જાહેર કર્યા છે. મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલે દોષી જાહેર કરતા જણાવ્યું હતું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, […]

Continue Reading

કાબુલના નંગરહાર પ્રાંતમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બે બ્લાસ્ટ; 62ના મોત, 36ને ઈજા

નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી. સ્થાનિક પ્રશાસનના પ્રવકતા […]

Continue Reading

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા બની શકે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર IPS છેલ્લા […]

Continue Reading

વડોદરામાં 72 વર્ષના મહિલા મેયરને ઘેરી લઈ ટપલીદાવ, અણછાજતાં વર્તનથી હેબતાઈ ગયેલા મેયર રડી પડ્યાં

શહેરમાં 10 મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યા માટે પાલિકામાં વિરોધ કરવા માટે પહોંચેલી કોંગ્રેસના તોફાની કાર્યકરોએ 72 વર્ષીય મહિલા મેયરને સભાગૃહમાં જતા અટકાવીને ધક્કા મુક્કી કરીને સંસ્કારી નગરીની ગરિમા લજવી હતી.સયાજીરાવ સભાગૃહની બહાર પરિસરમાં પોલીસ અને સિકયુરિટીની હાજરીમાં મહિલા મેયર રડી પડે તે હદનુ કોંગ્રેસે કરેલા કૃત્યથી વધુ એક વખત સંસ્કારીનગરીના નાગરિકોનુ માથુ શરમથી ઝૂકી […]

Continue Reading

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ આવતીકાલથી, ટીમ ઇન્ડિયાની નજર પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા પર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારે રાંચી ખાતે રમાશે. આ મેચ જીતીને ભારત પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા માંગશે. ભારતે પહેલી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે 203 રને અને બીજી ટેસ્ટમાં પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો દ. આફ્રિકા સામે પહેલી વાર […]

Continue Reading

‘તારક મહેતા’ની રીટા રિપોર્ટર બનવાની છે મમ્મી, શીમંત પાર્ટીમાં કર્યું એન્જોય

સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહૂજા બહુ જલ્દી મા બનવાની છે. જેની બેબી શાવર પાર્ટી હમણાં જ યોજાઈ, જેમાં સિરીયલની સ્ટારકાસ્ટ હાજર રહી હતી. જેમાં ગોલી એટલે કે કુશ શાહ અને જૂની સોનૂ એટલે કે નિધિ અગ્રવાલ પ્રિયા સાથે પોઝ આપતી જોવા મળી.

Continue Reading