આ નાણાકીય વર્ષમાં RBIએ 2000 રુપિયાની એક પણ નોટ નથી છાપી, RTIમાં ખુલાસો

ભારતીય રિઝર્વ બેન્કે 2 હજાર રુપિયાની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આ ખુલાસો થયો છે એક RTI દ્વારા, જેમાં RBIએ જવાબ આપતા આ માહિતી આપી હતી. RBIએ આ નાણાકીય વર્ષમાં 2000 રુપિયાની એકપણ નોટ છાપી નથી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે ફેક કરન્સીને ચલણમાંથી હટાવવા માટે 500 […]

Continue Reading

સિબ્બલે પીએમ મોદીને કહ્યુંઃ‘મોદીજી કામ પર લાગી જાઓ, ફોટા ઓછો ખેંચાવો’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિજીત બેનર્જીના કેટલાક નિવદેનનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે કટાક્ષ કરતા કહ્યું કે, મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટા ઓછો ખેંચાવવા જોઈએ. કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે ? અભિજીત બેનર્જીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા […]

Continue Reading

બજેટ ન હોવાના કારણે યૂપી પોલીસે 25 હજાર હોમગાર્ડ્સ ઘરભેગા કર્યા

ઉત્તર પ્રદેશ પોલીસે અલગ-અલગ જીલ્લાઓમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડના 25 હજાર જવાનોને તાત્કાલિક ધોરણે ફરજ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે પ્રયાગરાજમાં રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલા કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, 25 હજાર હોમગાર્ડને ફરજ પરથી હટાવવાનો નિર્ણય ઓગસ્ટ 2019માં ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. રાજ્ય પોલીસ સૂત્રો મુજબ બજેટની અછતને […]

Continue Reading

World Bank પછી IMFએ પણ ભારતનો વિકાસદર ઘટાડ્યો

આર્થિક મોરચે ભારત વધુ એક ફટકો પડ્યો છે. મૂડીઝ, ફિન્ચ, વર્લ્ડ બેન્ક સહિતની સંસ્થાઓએ ભારતીય વિકાસદર અંગે નિરાશાજનક અહેવાલ રજૂ કર્યા પછી હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ)એ પણ ભારતના અર્થતંત્રના વૃદ્ધિદર અંગે હતાશા ઉપજાવે એવા અનુમાનો જાહેર કર્યાં છે. આઈએમએફએ ભારતનો 2019નો જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.1 ટકા કરી દીધો છે. તેણે અગાઉ એપ્રિલમાં 7.3 ટકાનો […]

Continue Reading

ગવર્નરે કહ્યું- મમતાની ઉપસ્થિતિમાં અપમાન થયું, તૃણમૂલે કહ્યું- નિવેદન ગરિમાને અનુકૂળ નહીં

રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે દુર્ગા પૂજા કાર્નિવલમાં તેમનું અપમાન થયું છે. 11 ઓક્ટોબરના કોલકાતામાં તૃણમૂલ સરકાર તરફથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થયા હતાં. રાજ્યપાલ દિનકરને આ આયોજનમાં કથિત રૂપે સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમને બેસવા માટે જે સીટ આપવામાં આવી ત્યાંથી કાર્યક્રમ પણ બરોબર દેખાયો નહીં. ધનકરે કહ્યું- હું બહું જ […]

Continue Reading

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગારમાં તાત્કાલિક અસરથી વધારો

ગુજરાત સરકારે માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના પગાર વધારીને દિવાળીની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકારે તેમના વેતનમાં અંદાજે બમણો વધારો કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને […]

Continue Reading

ટેક્સીબોટ વડે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની, ઈંધણનો વપરાશ ઘટશે

એર ઈન્ડિયા મંગળવારે ટેક્સીબોટ મારફતે યાત્રીઓ સાથે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની ગઈ હતી. ટેક્સીબોટનો ઉપયોગ વિમાનને પાર્કિંગ-બે થી રનવે સુધી લઈ જવા કરવામાં આવે છે. તે એક પાયલોટથી નિયંત્રિત સેમી-રોબોટીક એરક્રાફ્ટ ટ્રેક્ટર છે. એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ મંગળવારે સવારે એઆઈ 665 ને લીલી ઝંડી આપી […]

Continue Reading

ED ચિદમ્બરમની તિહાર જેલમાં આવતીકાલે પુછપરછ કરશે, કોર્ટે મંજૂરી આપી

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને વધુ એક ઝાટકો વાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ED (ઇન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ)ને ચિદમ્બરમને તિહાર જેલમાં 30 મિનિટ સુધી પુછપરછ માટેની મંજૂરી આપી દીધી છે. ED બુધવારે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે પુછપરછ કરશે. આ ઉપરાંત કોર્ટે EDને પુછપરછ બાદ જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી […]

Continue Reading

વડોદરા: દુમાડ ગામે 11મો મગર પકડાયો, સૌથી મોટા મગરે પાંજરૂ પણ તોડી નાખ્યું

વડોદરા નજીકના દુમાડ ગામમાંથી સૌથી વધુ મગરો પકડાઈ રહ્યા છે અને બે મહિનાના ગાળામાં આજે સૌથી મોટો 11 મો મગર પકડાયો છે. વિશ્વામિત્રી નદી પાસે આવેલા દુમાડ ગામમાં પૂર દરમિયાન આવી ગયેલા મગરો પાછા ફર્યા નથી અને ગામના બંને તળાવો તેમજ ખેતરોમાં મગરોએ પડાવ નાખ્યો છે. છેલ્લા બે મહિનામાં દુમાડમાં થી 10 મગર પકડાયા છે. […]

Continue Reading

ભૂજમાં 7.7 રીકટર સ્કેલનો ભૂકંપ આવ્યો: 6 જિલ્લાઓમાં કુલ 966 લોકોનું સ્થળાંતર

ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્યના છ જિલ્લાઓમાં દેશની સૌથી મોટી રાજ્ય કક્ષાની સફળ ‘‘કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ’’-મોક ડ્રિલ યોજાઇ હતી. જેમાં અંદાજે 222 ઉદ્યોગો તેમજ 25 ઇન્ડસ્ટ્રીઝ મળી કુલ 247 એકમોએ ભાગ લીધો હતો. આ એક્સરસાઇઝ દરમિયાન સંબંધિત જિલ્લાઓમાંથી કુલ 966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ […]

Continue Reading