ચિદમ્બરમનાં વકીલ સિબ્બલે કોર્ટને કહ્યું- રૂપિયા તો દેશમાં જ આવ્યા ને!

INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં કેદ પૂર્વ કેન્દ્રિય નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર આજે સુનાવણી દરમિયાન ચિદમ્બરમનાં વકીલ અને સિનીયર કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે કોર્ટેને જણાવ્યું કે, રૂપિયા દેશમાં આવ્યા તો તેનાં કારણે નુકસાન કોનું થયું, કોઇનું નહિં. તો પછી પી.ચિદમ્બરમ પર કલમ 120-બી અને 420 કેમ લગાવવામાં આવી. પી.ચિદમ્બરમે જણાંવ્યું […]

Continue Reading

મહિલા પત્રકારને લુખ્ખાઓએ ચાલુ રિક્ષામાંથી બહાર ખેંચીને મોબાઇલ લૂંટ્યો, જડબામાં ફ્રેક્ચર થયું

દિલ્હીમાં ધોળાદિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. એક મહિલા પત્રકાર રવિવારે તેનો ભોગ બની હતી. ચાલુ રિક્ષામાં બે બાઇકસવાર ગુંડાઓએ તેને બહાર ખેંચીને સામાન લૂંટી લીધો હતો. આ ઘટનામાં તેના ચહેરા અને હાથમાં ઇજા પહોંચી હતી. આ ઘટના રવિવારે નવી દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં બની હતી જેમાં એક ન્યૂઝ એજન્સીમાં કામ કરતી પત્રકાર જોયમાલા બાગચી રિક્ષામાં […]

Continue Reading

બિલ્ડરો દુબઈની જેમ 50-60 માળના ફ્લેટ બનાવે, હું સ્પેશિયલ પરમિશન આપીશ: CM

ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહવાન કર્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત રૂપાણીએ […]

Continue Reading

મુસ્લિમ પક્ષે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ પરંતુ આખી વિવાદિત ભૂમિ જન્મસ્થાન ન હોઇ શકે

અયોધ્યા વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં 29માં દિવસે સુનવણી થઇ. આ દરમિયાન મુસ્લિમ પક્ષકારે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થાનનું પણ સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. વિવાદ તો રામના જન્મસ્થાનને લઇને છે કે તે ક્યાં છે ? સુન્ની વક્ફ બોર્ડ તરફથી વકીલ […]

Continue Reading

વડોદરામાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા

વડોદરા શહેરમાં આજે રવિવારે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં નવરાત્રીના ગ્રાઉન્ડની પણ તૈયારીઓ ચાલતી હોવાથી ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા છે. રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વડોદરા શહેરમાં દિવસ દરમિયાનના ઉકળાટ બાદ સાંજે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. […]

Continue Reading

ઈમરાન ખાન સાઉદી ક્રાઉન પ્રિન્સના વિશેષ વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શનિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિશેષ વિમાનથી સાત દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા હતા. પાકિસ્તાની મીડિયા પ્રમાણે ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સે કોમર્શિયલ વિમાનમાં જવાથી રોક્યા હતા. ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે તમે અમારા ખાસ મહેમાન છો અને મારા વિશેષ વિમાનથી અમેરિકા જશો. અહીં ઇમરાન યૂએન મહાસભાની બેઠકમાં સામેલ થશે. ન્યૂયોર્ક […]

Continue Reading

દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 વિકેટે હરાવ્યું, ડી કોકે ફિફટી મારી, સીરિઝ 1-1થી ડ્રો થઇ

દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16. ઓવરમાં અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે કપ્તાની ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79* રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે […]

Continue Reading

જ્યારે અમેરિકન આર્મીના બેન્ડે ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું…

આમ તો જ્યારે પણ જન ગણ મન વાગે ત્યારે એકે એક ભારતીયની છાતી ગર્વથી ફુલી જાય છે. અને જ્યારે વિદેશી ધરતી પર આપણું રાષ્ટ્રગીત વાગે ત્યારે આપણા આનંદનો પાર નથી હોતો, પણ જો વિદેશી સૈન્યનું બેન્ડ આપણું રાષ્ટ્રગીત પુરા સન્માન સાથે વગાડે ત્યારે છાતી 56 ઇંચની થયા વગર રહે નહીં. આવો જ એક વીડિયો અત્યારે […]

Continue Reading

રંગારંગ કાર્યક્રમ સાથે અમેરિકાના હ્યુસ્ટનમાં HowdyModiનો પ્રારંભ

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી તેવા HowdyModi કાર્યક્રમની અમેરિકાના હ્યુસ્ટનમાં શરૂઆત થઈ ચુકી છે. ભારતીય નૃત્યો સાથેના રંગારંગ કાર્યક્રમોની શરૂઆત થઈ ચુકી છે. અમેરિકામાં ભારતીયોના અનેક ગઢમાંના એક હ્યુસ્ટનમાં એનઆરઆઇ સમુદાય પહોંચી ચુક્યો છે. હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયોઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં […]

Continue Reading

Modi In US: પ્રથમ દિવસે જ ઉર્જા ક્ષેત્રમાં મોટી ડીલ, પાંચ મિલિયન ટન LNG માટે MoU સાઈન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હ્યુસ્ટન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEO રાઉન્ડ ટેબલમાં હાજરી આપી. હ્યુસ્ટનના હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટની સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ માટે મેમોરેન્ડમ ઑફ અંડર સ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરવામાં આવ્યા. […]

Continue Reading