સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા. ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા […]

Continue Reading

પાકિસ્તાનનું આત્મઘાતી પગલું ભારત સાથેના વ્યાપાર બંધ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં […]

Continue Reading

રૂપાણી સરકારની ત્રીજી વર્ષગાંઠ નિમિતે આજે જાહેર થશે આ 5 યોજના, 1 હજાર વિદ્યાર્થીને લીલાલહેર!

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં ગુરૂવારે બપોરે ‘સંકલ્પ સે સિધ્ધી કી ઓર અગ્રેસર’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી દ્વારા પાંચ નવી યોજના જાહેર થશે. જેમાં Ph.D કરનારા 1000 વિદ્યાર્થીઓને ‘મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના’ હેઠળ મહિને સરકાર રૂ.15,000નું સ્ટાઈપેન્ડ આપશે. કેબિનેટની બેઠકમાં તેની રૂપરેખાને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ કાર્યક્રમ ૭મી ઓગસ્ટને બુધવારે […]

Continue Reading

કાશ્મીર: અમેરિકાએ પાકિસ્તાનનો લીધો ઉધડો, કહ્યું ભારતની સામે આક્રમકતા દેખાડ્યા વગર…

અમેરિકાએ પાકિસ્તાનને આકરામાં આકરો સંદેશ આપતા કહ્યું છે કે તેઓ ભારતને ધમકી આપવાની જગ્યાએ પોતાની સરજમીન પર પોષતા આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરે. અમેરિકાનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારતમાંથી કલમ 370 અને કલમ 35Aને હટાવીને જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના જવાબમાં પાકિસ્તાનને ભારતની વિરૂદ્ધ કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં […]

Continue Reading

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં મોટો ખતરો મંડરાયો, NDRFની 17 ટીમો તૈનાત કરાઇ

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચતા રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત […]

Continue Reading

પાકિસ્તાન છેલ્લા પાટલે, ભારત સાથે વેપાર બંધ, ભારતના હાઈકમિશનરને હાંકી કાઢ્યા

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરાતા અકળાયેલા પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાંકી કાઢ્યા છે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના વડપણ હેઠળ ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવશે બેઠક પછી વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું કે તેમના હાઈકમિશનર નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને […]

Continue Reading

ભારત વિન્ડીઝ સામે છેલ્લી 8 બાઈલેટરલ સિરીઝથી અપરાજિત, વર્લ્ડકપ પછી આજે પ્રથમ વનડે રમશે

વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ પછી ભારત પહેલી વાર વનડે રમવા મેદાને ઉતરશે. 3 મેચ સિરીઝમાં વિન્ડીઝ સામેના પ્રથમ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે પ્રોવિન્સ સ્ટેડિયમ ગયાના ખાતે રમાશે. શિખર ધવન આ મેચથી વનડે ફોર્મેટમાં વાપસી કરશે. તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટની બહાર થયો હતો. ટી-20માં વિન્ડીઝનો વ્હાઇટવોશ કર્યા પછી વનડેમાં પણ ટીમ […]

Continue Reading

પાકિસ્તાને એર સ્પેસનો એક કોરિડોર બંધ કર્યો, એર ઈન્ડિયાએ કહ્યું- તેનાથી વધારે ફેર નથી પડતો

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને 12 મિનિટનો સમય વધારે લાગશે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, […]

Continue Reading

સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પાકિસ્તાનનું નાક કાપ્યુ, બંને દેશોનો આંતરિક મુદ્દો કહી હસ્તક્ષેપનો કર્યો ઈનકાર

ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ છે. રઘવાયા થયેલા પાકિસ્તાને હવે આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ બંનેએ આ બાબતને ભારતનો આંતરિક મામલો ગણાવી હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત પાકિસ્તાનનું નાક કપાયું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને […]

Continue Reading

વર્ષ 2003ના વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને શોએબ અખ્તરે કર્યો મોટો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે 2003 વર્લ્ડ કપમાં ભારત સામેની હારને તેના કરિયરની સૌથી ખરાબ મેચ બતાવી છે. 2003માં દક્ષિણ આફ્રિકાના સેંચુરિયનમાં રમાયેલ વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને એ મેચમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને ભારતે માત્ર 4 વિકેટ ગુમાવી ચેઝ કરી મેચ જીતી હતી. અખ્તરે તેના […]

Continue Reading