ઉત્તર ભારત સહિત નેપાળ-બાંગ્લાદેશમાં મેઘો બન્યો કહેર, 100 લોકોનાં મોત સાથે કોસી નદી બે કાંઠે

પૂર્વાંચલ, મધ્યભારત અને ઉત્તર ભારત સહિતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તો ભારતના પાડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશમાં પણ પૂર પ્રકોપથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં જળસપાટી વધતાં કોસી અને સરહદી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આસપાસના ગામમાં સ્થિતિ ભયજનક બની છે. ઘણા ગામોમાં રસ્તા પણ ધોવાઈ […]

Continue Reading

ફેમસ / કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી સસ્પેન્ડ બાદ બની ટિકટોક સ્ટાર, વધ્યા ફોલોઅર્સ

પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો પોલીસ સ્ટેશનમાં બનાવેલો ટિકટોકનો વીડિયો વાયરલ થવાના કારણે તેમને પોલીસ વડા દ્બારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ ટિકિટોકના આ વીડિયોથી તેમને ઘણો ફાયદો પણ થયો છે. અર્પિતાના અન્ય વીડિયોના કારણે તે ટિકટોક સ્ટાર બની ગઈ છે. અર્પિતાના ટિકટોક પર આજ સુધીમાં 48 હજારથી વધુ ફોલોઅર્સ વધી ગયા છે. અર્પિતા […]

Continue Reading

કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીનું સંબોધન, ‘યુદ્ધ સરકાર નહી, સમગ્ર દેશ લડે છે’

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસ સ્મારક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં. આ કાર્યક્રમમાં તેઓ સંબોધન પણ કર્યું. જ્યારે કોઇ વડાપ્રધાન કારગિલ વિજય દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા હોય તેવી આ પહેલીવાર બન્યું છે. અત્યાર સુધી કોઇ પણ વડાપ્રધાને કારગિલ વિજય દિવસ પર આયોજીત કોઇ જાહેર આયોજનમાં સામેલ થયા નથી. અહીં વડાપ્રધાન […]

Continue Reading

પાકના ફાઈટર પ્લેન F-16 પર અમેરિકા રાખશે નજર, 670 કરોડનું ફંડ જાહેર કર્યુ

અમેરિકામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પેન્ટાગને 670 કરોડ રૂપિયાના લશ્કરી વેચાણને મંજૂરી આપવાના નિર્ણય વિશે કોંગ્રેસને સૂચિત કર્યા. આનાથી પાકિસ્તાનના એફ-16 ફાઈટર પ્લેનના ઉપયોગ પર ચોવીસ કલાક નજર રાખી શકાશે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાને આપેલી સુરક્ષા સહાયતા પર રોક લગાવવાનો ટ્રમ્પનો જાન્યુઆરી 2018નો આદેશ અત્યારે પણ લાગુ છે. […]

Continue Reading

દેશના 50 શહેરમાં ભારે વરસાદ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મુંબઈ અને ગોવા સહિત ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. આજે 8 રાજ્યોના 50થી વધુ શહેરમાં જોરદાર વરસાદે જન-જીવ ખોરવી નાખ્યું છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. અહીંયા 7 શહેરમાં […]

Continue Reading

ભારતીય સેનાએ લીધો બદલો, આતંકી સંગઠન જૈશના બોમ્બ એક્સપર્ટને ઠાર માર્યો

દક્ષિણ કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ગયેલ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર મુન્ના લાહોરીને સુરક્ષા બળોએ રાતભર ચાલેલી અથડામણ બાદ શનિવાર સવારે ઠાર માર્યો છે. પાકિસ્તાનના મુન્ના લાહોરી સાથી તેના એક સાથીને પણ સુરક્ષા દળોએ ઠાર મારી દીધો છે. મુન્ના લાહોરીનાં મોતની સાથે સુરક્ષા બળોએ 17 જૂને IED બ્લાસ્ટનો બદલો લઈ લીધો છે. માત્ર 19 વર્ષીય મુન્ના લાહોરી […]

Continue Reading

ઘરેલુ હિંસાના કેસના કારણે મોહમ્મદ શામીના US વિઝા રદ્દ થયા, BCCI મદદે આવ્યું

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શામીના ઘરેલુ હિંસાના કેસના કારણે યુએસ જવાના વિઝાને કેન્સલ કરાયા છે. આ અંગે બીસીસીઆઈ શામીનો બચાવ કરવા માટે સામે આવ્યું છે. ગત વર્ષે ઘરેલુ હિંસા અને લગ્નોત્તર સંબંધ મામલે શામીના વિરોધમાં તેમની પત્નીએ ફરિયાદ કરી હતી. શામીને અમેરિકા અંડર P1 વિઝા અપાયાઃ અમેરિકા જતા પહેલા જ મોહમ્મદ શામીના વિઝાને અટકાવાયા […]

Continue Reading

પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત […]

Continue Reading

બે બાળકોની મોત મામલે આસારામ અને નારાયણ સાંઇને ક્લિનચિટ

આસારામ અને નારાયણ સાઇને બે બાળકોની મોતના મામલે ક્લિનચિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરતા બે બાળકોના મોત થયા હતા, જેમની પર તાંત્રિક વિધિ કરી હત્યા કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જૂલાઇ 2008માં બનેલ આ ઘડનાની તપાસ આયોગને સોંપવામાં આવી હતી, જે સંદર્ભે આયોગે 2013માં રાજ્ય સરકારને […]

Continue Reading

અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનારા મંજીતા વણઝારાનો જ TikTok વીડિયો વાઈરલ

છેલ્લા બે દિવસથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા મહેસાણામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. અલ્પિતા બાદ વડોદરાના પોલીસમેનનો વીડિયો વાયરલ થયો હતો. હાલ મીડિયામાં એક પછી એક પોલીસકર્મીઓના વીડિયો સામે આવી રહ્યા છે. પોલીસમેનના ટીકટોક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ ફોર્સની ડીસીપ્લીન […]

Continue Reading