પુણેમાં ભારે વરસાદથી દિવાલ મજૂરોના મકાન ઉપર ધસી પડી, 17નાં મોત

પુણેમાં ભારે વરસાદને પગલે શુક્રવારે રાત્રે એક રહેણાક સોસાયટીની દિવાલ બાજુમાં જ આવેલા મજૂરોના કાચા મકાનો પર પડતા 17ના મોત થયા છે. કોંઢવા વિસ્તારમાં દિવાલ ધસી પડવાથી સંખ્યાબંધ લોકો ઘવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે. પુણેના કોંઢવામાં તળાવ મસ્જિદ વિસ્તારમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી […]

Continue Reading

ઊંઝા APMC બનશે એશિયાનુ નંબર વન માર્કેટયાર્ડ, આવતીકાલે સીએમ રૂપાણી કરશે ખાતમુહૂર્ત

ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આવતીકાલે નવીન સબયાર્ડનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. ઊંઝા એપીએમસી ઘ્વારા મસ મોટું સબ માર્કેટયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ એ.પી.એમ.સી પાછળ 100 કરોડના ખર્ચો કરવામાં આવશે. એશિયાની નંબરવન એ.પી.એમ.સી હવે સમગ્ર વિશ્વની સૌથી મોટી એ.પી.એમ.સી બનશે તેવી શક્યતાઓ છે. સમારોહમાં નાયબમુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ અધ્યક્ષ […]

Continue Reading

બંગાળ: શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા: મમતા બેનરજી

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે શાળાઓમાં મિડ-ડે મીલ યોજના હેઠળ મુસ્લિમ વિદ્યાર્થી ગણ માટે અલગથી ડાઇનિંગ હોલ બનાવવાનો વિવાદાસ્પદ આદેશ જાહેર કર્યો છે. આ ડાઇનિંગ હોલમાં એવી શાળાઓમાં બનાવવામાં આવશે જ્યાં 70 ટકાથી વધારે મુસ્લિમ બાળકો અભ્યાસ કરતા હશે. જો કે મમતા સરકારના આ પ્રકારના આદેશ સામે ભાજપા સખત વિરોધ નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ […]

Continue Reading

જી-20 પરિષદ : જાપાન, ચીન અને ભારતે વેપાર મામલે અમેરિકાને ઘેર્યુ

જાપાનમાં યોજાયેલી જી-20 પરિષદમાં વેપાર મામલે અમેરિકાને ભારત, ચીન અને જાપાને બરાબર ઘેર્યુ હતુ. અમેરિકા ફર્સ્ટની પોલિસી હેઠળ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, વેપાર મારી પહેલી પ્રાથમિકતા છે. બીજી તરફ અમેરિકાને જવાબ આપતા ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે કહ્યુ હતુ કે, વિકસીત દેશો સંરક્ષણવાદની જે નીતિ અપનાવી રહ્યા છે તે તમામને નુકસાનકર્તા છે. તેનાથી વેપારના […]

Continue Reading

કાશ્મીર પર નહેરુની ભૂલ દેશ ભોગવી રહ્યો છે: અમિત શાહ

લોકસભામાં અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કાશ્મીર પર જવાહર લાલ નહેરુની ભૂલ દેશ ભોગવી રહ્યો છે. અમિત શાહે કહ્યું કે, દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર છે અને ભાગલા પાડવાની ભૂલ સાગરથી પણ ગહેરી છે. તેમણે કહ્યું કે, તે સમયે યુદ્ધ વિરામનું આહ્વાન કોણે કર્યું? જવાહર લાલ નહેરુ હતા જેણે […]

Continue Reading

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં […]

Continue Reading

ભરૂચ-અંકલેશ્વરમાં ભારે વરસાદ, આમલાખાડી ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર ખોરવાયો, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

અંકલેશ્વર પથંકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. પીરામણ સહિત અંકલેશ્વર શહેર પશ્ચિમ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. એમ.એસ. 29 કાંસનું પાણી અમલાખાડીમાં જતું અટકતા નિરંતનગર વિસ્તારના હાલ બેહાલ જોવા મળ્યા હતા. ભરૂચની પણ અનેક સોસાયટીઓમાં પણ પાણી ધૂસી ગયા હતા ભારે વરસાદથી […]

Continue Reading

પ્રથમ વખત સ્પેશ સ્ટેશનમાં બિસ્કિટ બનાવાશે, નાસાએ ઓવન મોકલ્યું

ચંદ્ર પર પહેલો પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંન્ગે જણાવ્યું હતું કે, આ મનુષ્ય માટે ભલે આ નાનું પગલું હોય, પરંતુ માનવજાતિ માટે વિશાળ છલાંગ છે. હવે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા ફ્રેશ બિસ્કિટ પણ ખાઇ શકશે. આના માટે એક સ્પેશિયલ ઓવન પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. અંતરિક્ષમાં બિસ્ટિકમાં બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. એક સ્પેશિયલ […]

Continue Reading

PM મોદીએ ટ્રમ્પની સાથે મુલાકાત કરી, ઇરાન, 5G અને રક્ષા સંબંધો પર થઈ વાતચીત

જાપાનના ઓસાકામાં બે દિવસીય જી-20 સમિટ થરૂ થઇ ગઇ છે. શુક્રવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેની વચ્ચે સમિટની અંદર જ ત્રીપક્ષીય બેઠક (JAI) યોજાઇ હતી. ત્યારબાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઇ. આ અવસર પર ટ્રમ્પે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે, અમે ખૂબ જ સારા મિત્રો છે. […]

Continue Reading

ભારતે અમેરિકાની વસ્તુઓ પરની આયાત ડયુટી ઘટાડવી પડશે : ટ્રમ્પની ધમકી

અમેરિકાએ ચીન ઉપરાંત ભારત સાથે પણ ટ્રેડ વોર જેવી સ્થિતિ ઉભી કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જી-૨૦માં બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠક પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અવળચંડાઇ ભરી ટ્વિટ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવા માગુ […]

Continue Reading