ગાંધીનગરમાં સ્પેન અને ફ્રાંસમાંથી આવેલા 54 મુસાફરને ગિફ્ટ સિટીની હોટલમાં રાખી સ્ક્રિનિંગ કરાયું

કોરોના વાયરસે ચીન પછી યુરોપના દેશોને વધુ અસરગ્રસ્ત કર્યા છે. આથી સ્પેન, ફ્રાન્સ સહિતના દેશોમાંથી આવેલા 54 જેટલા મુસાફરોને હાલમાં ગીફ્ટ સીટીની મરક્યુરી હોટલમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સ્ક્રીનીંગની કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત લેબોરેટરી તપાસ કર્યા બાદ જો કોઇ શંકાસ્પદ જણાશે તો તેને ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. […]

Continue Reading

કોરોના વાઇરસના પગલે શેર બજારમાં ખુવારી: સેન્સેકસ 1700 અંક તૂટ્યો

અમેરિકન બજારોના ઘાટાડાની અસર જોવા મળી ભારતીય બજાર પર અમેરિકન બજારોના ઘાટાડાની અસર જોવા મળી રહીં છે. બુધવારના રોજ અમેરિકન બજારોમાં ડાઉ જોન્સ 6.30 ટકા ઘટીને બંધ થયો. જોકે, એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહીં છે. 27 ડિસેમ્બર 2016 બાદ પહેલીવાર નિફ્ટી 8,000 નીચે પહોંચી ગયો છે. કારોબાર દરમિયાન કે 576 પોઇન્ટ ઘટીને 7,832.95 […]

Continue Reading

યુરોપમાં કાળ બન્યો કોરોના: ઈટાલીમાં એક દિવસમાં 475 અને ફ્રાન્સમાં 89ના મોત

ચીનથી પ્રસરેલા કોરોના વાયરસે દુનિયાના 150થી વધુ દેશોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે. ચીનમાં જન્મેસો વાયરસ યુરોપ માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. યુરોપનું ઈટાલી કોરોના વાયરસનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. ઈટાલીમાં બુધવારના રોજ એક જ દિવસમાં 475 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કારણે આ અગાઉ કોઈ પણ દેશમાં આજ સુધીમાં એક દિવસમાં આટલી […]

Continue Reading

સરકારે તમામ યુઝર્સનો કોલ રેકોર્ડ માગ્યો, મોબાઈલ ઓપરેટરોનો ઈનકાર

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ફરજિયાત યુઝર્સની ગોપનીયતા અંગેના દિશાનિર્દેશોના કથિત ઉલ્લંઘન અને સર્વેલન્સના સવાલોને જોઈને સરકાર કેટલાક મહિનાથી દેશના અનેક ક્ષેત્રોમાંથી તમામ મોબાઈલ ગ્રાહકોનો કેટલાક દિવસનો કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) માગી રહી છે. અહેવાલો અનુસાર, આ અસામાન્ય માગણી દૂરસંચાર વિભાગના સ્થાનિક એકમોનાં માધ્યમથી દૂરસંચાર ઓપરેટરો સમક્ષ કરાઈ છે. જેમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, […]

Continue Reading

નિર્ભયાના ચારેય દોષિતોને આવતીકાલે ફાંસી થશે, પવનનો છેલ્લો દાવ પણ થયો ફેલ

નિર્ભયા ગેંગરેપ કેરના ચારેય દોષિતોને આવતીકાલે તિહાડ જેલમાં સવારે 5.30 કલાકે ફાંસી આપવાનું નક્કી છે. ચારેય દોષિતોની ફાંસીને આડે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ફાંસીની સજાને ટાળવા માટે હજુ પણ દોષિતો હવાતિયા મારી રહ્યા છે. નિર્ભયા કેસના એક દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દેવામાં આવી છે. આ […]

Continue Reading

લખનૌમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ચિંતાનુ મોજુ પ્રસરી રહ્યુ છે. યુપીમાં લખનૌમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ દર્દી બહાર આવ્યો છે. લખનૌમાં દર્દીની સારવાર કરી રહેલા એક ડોક્ટરને તેનો ચેપ લાગ્યો છે.જે વધારે ચિંતાની વાત છે. સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરનુ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યુ હતુ. આ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

કોરોના વાઇરસ: અમેરિકામા મૃત્યુઆંક 100ને પાર, ચીનના વુહાનમા 2 દિવસમા માત્ર 1 કેસ નોંધાયો

વિશ્વભરમા કોરોનાને કારણે મૃતકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. અમેરિકા જેવા વિકસીત દેશમા પણ કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે. અમેરિકાના 52માંથી 50 રાજ્યમા કોરોના વાઇરસ ફેલાઇ ગયો છે. જેના કારણે અમેરિકામા જ 105 લોકો મોતને ભેટ્યા છે. આ વાઇરસથી લડવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને […]

Continue Reading

પંજાબઃ વિદેશથી પાછા ફરેલા 167 લોકો મળતા નથી, ચેક અપ કરાવવા તંત્ર શોધે છે

પંજાબના લુધિયાણામાં એક બે નહી પણ 167 શંકાસ્પદો લાપતા થઈ જતા સરકારમાં હડકંપ મચી ગયો છે. એક જ શહેરમાંથી આટલા શંકાસ્પદ ગાયબ થવાના કારણે તંત્રના શ્વાસ અધ્ધ થઈ ગયા છે. એવુ કહેવાય છે કે, ગૂમ થયેલા 29નો પતો મળ્યો છે પણ બીજાની કોઈ ખબર નથી. પંજાબના સ્વાસ્થ્ય વિભાગને એવા લોકોનુ લિસ્ટ મોકલાયુ હતુ જે હાલમાં […]

Continue Reading

મધ્યપ્રદેશમાં રાજકીય નાટક : કોંગ્રેસની સુપ્રીમ કોર્ટમાં દલીલ – ‘સ્પીકર સર્વોચ્ચ છતા રાજ્યપાલ હાવી થઈ રહ્યા છે’

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉથલાવવા માટેના પ્રયાસો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દલીલમાં જણાવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની બાબત તપાસ કરવાની જરૂર છે. ભાજપના નેતાઓએ સ્પીકરને આ રાજીનામા આપ્યા છે જેને પગલે આ મામે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ […]

Continue Reading

ભારતીય સેનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: પહેલા પિતા પછી જવાન પણ થયો શિકાર

ભારતીય સેનામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ભારતીય સેનાના 34 વર્ષીય જવાનને 2 માર્ચ સુધી રજા પર મોકલી દેવામાં આવ્યો છે. હાલમાં તેને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ અગાઉ જવાનના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મંગળવારના રોજ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ભારતીય સેનામાં ચિંતાની લાગણી પ્રસરી છે.  જવાનના પિતા 27 […]

Continue Reading