કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ઓછી થાય એવા સમાચાર આવ્યાં છે. કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે. એ પછી ભારતીય પ્રતિનિધિ મંડળ પણ 28 માર્ચે ઇસ્લામાબાદ જશે. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી અને આ નિર્ણયની […]

Continue Reading

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.આમ લોકસભાની ચૂંટણીની પહેલાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. વર્ષ ૧૯૯૫માં ગૌચરની જમીનમાંથી ખનિજ ચોરીના મુદ્દે ભગવાન બારડ વિરુધ્ધ […]

Continue Reading

રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે.

રાજનાથ સિંહે દાવો કર્યો કે NTROએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના હવાઇ હુમલાની બરાબર પહેલા એ સ્થળે લગભગ 300 મોબાઇલ ફોન સક્રિય હતાં. વિપક્ષ પર હવાઇ હુમલાને લઇને રાજકારણ કરવાનો આરોપ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે. પાકિસ્તાનની […]

Continue Reading

અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી

અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી હોવાથી પાકિસ્તાનને એક મોટો ફટકો પડ્યો છે.  અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. આતંકવાદને લઈને પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર દુનિયાથી અલગ પડી ગયેલું જોવા મળે છે. તેથી જ આતંકવાદને […]

Continue Reading

મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે.

ફોર્બ્સની મંગળવારે જારી થયેલી વર્ષ ૨૦૧૯ની ટોચના અમીરોની યાદી ફોર્બ્સ વર્લ્ડસ બિલિયોનેર લિસ્ટમાં મુકેશ અંબાણીએ છ ક્રમ આગળ વધીને દુનિયાના ૧૩મા સૌથી અમીર વ્યક્તિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રમાણે ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે. ૬૧ વર્ષીય મુકેશ અંબાણીની […]

Continue Reading

ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી

ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી છે. 251 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ જોડીએ 83 રન ઉમેર્યા બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. તેમના માટે માર્ક્સ સ્ટોઈનિસે 52 એન્ડ પીટર હેન્ડસકોમ્બે 48 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જયારે જસપ્રીત બુમરાહ […]

Continue Reading

પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું.

આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. અહિંયા તેઓએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં ઓ.પી.કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઈ પટેલ, પરેશ ધાનાણી, જીતુભાઈ વાઘાણી, આનંદીબેન પટેલ હાજર […]

Continue Reading

NDAની જ સરકાર બનશે અને ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું – વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું અને ચૂંટણી બાદ એનડીએની જ સરકાર બનશે એટલે ચિંતા ના કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો. આ સાથે તેમણે પાટીદારોને સોગંદ લેવડાવતા કહ્યું હતું કે, આપણે હવે ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએ. […]

Continue Reading

યોગ હાઇ બ્લડપ્રેશરની સ્થિતિને પણ સામાન્ય સ્તર પર લાવી શકે છે.

તાજેતરમાં દિલ્હીની એક હોસ્પિટલમાં કરાયેલ અભ્યાસમાં પૂરવાર થયું છે કે, યોગ હાઇ બ્લડપ્રેશરની સ્થિતિને પણ સામાન્ય સ્તર પર લાવી શકે છે. આ અભ્યાસ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ન્યૂરોફિઝિઓલાજી વિભાગના શોધકર્તાઓએ કર્યો હતો. હોસ્પિટલે આપેલ માહિતી મુજબ, શરુઆતના હાઇ બ્લડપ્રેશરથી પીડિત 120 રોગીઓ પર યોગની અસરને જાણવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ રોગીઓને બે […]

Continue Reading

ખાંડની માત્રા ખૂબ જ વધારે હોવાથી બાળકોના મગજ માટે ખતરનાક છે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ

કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે. બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા […]

Continue Reading