ખાંડની માત્રા ખૂબ જ વધારે હોવાથી બાળકોના મગજ માટે ખતરનાક છે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ

આરોગ્ય મુખ્ય સમાચાર

કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે. બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા ફ્રૂટ જ્યુસથી દૂર રાખવા જોઈએ. અભ્યાસ દરમિયાન જે બ્રાન્ડ્સના જ્યુસનો સમાવેશ કરવામાં આ‌વ્યો હતો તેમાં લગભગ અડધાથી વધારે બ્રાન્ડના જ્યુસમાં મેટલનું સ્તર ખૂબ જ વધારે મળ્યું હતું. જ્યારે સાત પ્રોડક્ટ્સ એવા હતા કે જેમાં ભારે માત્રામાં મેટલ મળી આવ્યું હતું. આ પ્રોડક્ટને જો કોઈ બાળક દિવસ દરમિયાન અડધો કપ પણ પીવે તો તેના શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય તેવું હતું.