બહાર કોંગ્રેસ કાર્યકરો પર પાણીનો મારો અને વિધાનસભામાં ધારાસભ્યો પાણીમાં બેઠા

બિનસચિવાલય ક્લાર્ક ભરતી મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં દેખાતા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નને વિધાન સભામાં ઉગ્રતાથી ઊંચો કરવાના બદલે ધારાસભ્યો શાંત થઈ ગયા હોવાનું નજરે ચઢતું હતું. અમિત ચાવડાના તો ઝપાઝપીમાં કપડાં પણ ફાટ્યા હતા. તેમછતાં કોંગ્રેસના ધારાસભ્યો પાણીમાં બેસી ગયા હોય તેવા ઘાટ સર્જાયો હતો. વિધાનસભામાં શાંત દેખાયા કોંગી ધારાસભ્યો સોમવારથી સારું થયેલા […]

Continue Reading

વડોદરા ગેંગ રેપ: આરોપી છ કિ.મી. દૂર ‘ગેંગ રેપ’ આચર્યા પછી કંઈ બન્યું ન હોય તેમ રહેતા હતા

વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે. તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે. ગત તા. ૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે […]

Continue Reading

બીજી T-20માં વિન્ડિઝનો આસાન વિજય, સિરીઝ 1-1થી સરભર

ઓપનર લેન્ડલ સિમન્સ અને એવિન લેવિસની ઝંઝાવાતી બેટિંગની મદદથી પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે રવિવારે અહીં રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારત સામે આઠ વિકેટે આસાન વિજય હાંસલ કરીને ત્રણ મેચની સિરીઝનો સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આમ 11મી ડિસેમ્બરે રમાનારી અંતિમ ટી20 નિર્ણાયક બની ગઈ છે. શિવમ દૂબેની આક્રમક અડધી સદીની સહાયથી ભારતે 171 રનના […]

Continue Reading

કોઈ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તો 25 ટકા સબસીડી સરકાર આપશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે. જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરશે તેમ જણાવ્યું હતું. ભુજ ખાતે કચ્છી લેવા પટેલ […]

Continue Reading

ઉન્નાવ: કમિશ્નરના આશ્વાસન પછી અંતિમ સંસ્કાર કરવા માટે થયો રાજી

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતનો પરિવાર અંતિમ સંસ્કાર માટે રાજી થઇ ગયા છે. કમિશ્રનરના આપવામા આવેલા ન્યાયના આશ્વાસન બાદ પીડિતાના પરિવારની તરફથી નોકરી, પરિવારની સુરક્ષા અને હથિયારનું લાઇસન્સ દેવાની માગને માનવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ પીડિતાના પાર્થિવ શરીરને શનિવારના રાતના જ ઉન્નાવ લઇ જવામા આવ્યુ છે. એના પછી આજે તેના અંતિમ સંસ્કારની વિધી […]

Continue Reading

બેન્ડવાજા, જાનૈયા, પંડિત અને ફેરા વિના જ 17 મિનિટમાં યુવક-યુવતીના લગ્ન, મહેમાનો ઘરેથી ટીફીન લઈને આવ્યા

કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના […]

Continue Reading

બગસરા તાલુકામાં ધારા 144 લાગુ, દીપડાને પકડવા 8 શાર્પ શૂટર સહિત 200 લોકો ટીમ કામે લાગી

ગીર પંથકમાં દીપડાઓના વધી રહેલા આતંક મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દીધી છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સૂર્યાસ્તના 3 કલાક પહેલા 5થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઈ શકશે નહીં. તેમજ 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ કર્યો છે. જો કોઈ ધારા 144નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ […]

Continue Reading

કોંગ્રેસ અને BTP દ્વારા વિધાનસભા ઘેરાવનું એલાન, આવતીકાલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાશે

કોંગ્રેસ, ભીલીસ્થાન ટાઇગર સેના અને બિનસચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવના એલાન બાદ વિરોધને રોકવા માટે આવતીકાલ સોમવારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે જેથી ગાંધીનગરમાં 6 SP, 25 DySP, 40 PI, 125 PSI સહિત 1500 પોલીસના જવાનો તૈનાત રહેશે. ગાંધીનગરમાં પ્રવેશના અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની રહેશે ચાંપતી […]

Continue Reading

જે ઈમારતમાં આગ લાગી હતી તેના તમામ માળ પર ફેક્ટરી હતી, બીજા માળે આગ લાગી ત્યારે અંદર 100 લોકો હતા

રાજધાનીમાં ફિલ્મિસ્તાન સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં 44 લોકોના મોત થયા હતા. અહીં સાંકડી લગીમાં ચાર માળની ઈમારતના દરેક માળ પર પ્લાસ્ટીકનો સામાન અને બેગ બનાવવાની ફેક્ટરીઓ ચાલતી હતી. આગની લેપેટમાં આવી ગયેલુ આ મકાન 1,800 ફૂટના પ્લોટ પર બનેલુ છે. રવિવારે સવારે લગભગ 5:22 વાગે બીજા માળ પર આગ લાગી હતી […]

Continue Reading

રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટરીમાં આગ લાગવાથી 44ના મોત, કારખાનામાં 59 લોકો સૂઈ રહ્યાં હતા; બિલ્ડિંગના માલિકની ધરપકડ

રાજધાનીના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 44 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન દિલ્હી પોલીસે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેના […]

Continue Reading