નિત્યાનંદના પાસપોર્ટની હાલની મુદ્દત પુરી, ગેજેટની તપાસ બાદ ધરપકડની કાર્યવાહીઃ DYSP

હીરાપુરમાં ઓઆવેલા નિત્યાનંદ આશ્રમથી કથિત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા મામલે ગુરૂવારે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સીટને 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ મળી હતી. આ અંગે આજે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે, આ ટેબ્લેટનો કોણ ઉપયોગ કરતું હતું તેની […]

Continue Reading

ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ

ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ ઇઝરાયેલનાં એટોર્ની જનરલે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ત્રણ અલગ-અલગ મામલામાં લાંચ,છેંતરપિંડી,અને વિશ્વાસઘાતનાં આરોપો લગાવ્યા છે. નેતન્યાહુ પર આરોપ છે કે તેમણે ધનવાન વ્યાપારીઓ પાસેથી ભેટ-સોગાદો રૂપે અને પોતાની પાર્ટીને વધુ પ્રેસ કવરેજ મળે તે માટે પક્ષપાત કર્યો હતો. નેતન્યાહુએ તેમના પર લગાવવામાં આવેલા આ તમામ આરોપોનો ઇન્કાર કર્યો […]

Continue Reading

હરેન પંડ્યા મર્ડર કેસ : સુપ્રીમ કોર્ટે આરોપીઓની રિવ્યૂ પિટિશન ફગાવી

ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યા હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે પાંચી જુલાઈએ આપેલા ચુકાદાને યથાવત્ રાખ્યો છે અને તેની સામેની રિવ્યૂ પિટિશન્સને કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટમાંથી અમારા સહયોગી સુચિત્રા મોહંતી જણાવે છે કે જસ્ટિસ અરુણ મિશ્રા તથા જસ્ટિસ વિનીત શરણે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાએ નોંધ્યું, “અમે રિવ્યૂ પિટિશન ઉપર વિચારણા હાથ ધરી […]

Continue Reading

કાશ્મીરમાં ED એ આતંકવાદીઓની 6 સંપત્તિઓ જપ્ત કરી, સૈયદ સલાઉદ્દીનથી કનેક્શન

EDએ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરતા તેમની 6 સંપત્તિઓ જપ્ત કરવા માટે કહ્યું છે. તપાસ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદી અને વૈશ્વિક રૂપથી પ્રતિબંધિત એવું ગ્રુપ હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાઉદ્દીન સામે આતંકી ફંડિંગ મામલે આતંકવાદીઓ સંબંધિત છ સંપત્તિઓ પોતાના કબ્જે કરવામાં આવી છે. ઇડીએ આ વર્ષે માર્ચમાં પીએમએલએ અંતર્ગત […]

Continue Reading

અમદાવાદમાં NRI સાથે પોલીસે કરેલા બેહુદા વર્તન ને પગલે અમેરિકામાં જબરદસ્ત આક્રોશ: PM મોદીને ફરિયાદ કરાશે

અમેરિકાથી અમદાવાદ આવેલા ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના […]

Continue Reading

આશ્રમકાંડમાં DPSનાં પ્રિન્સિપાલ અને પુષ્પક સિટીના મેનેજર જામીન પર મુક્ત, નિત્યાનંદની ધરપકડના ભણકારા !

નિત્યાનંદ અને DPSનાં કનેક્શન અંગે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડીપીએસનાં આચાર્ય હિતેશ પૂરી અને પુષ્પક સિટીનાં મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. આ બંનેની હાલ વિવેકાનંદ પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી છે. પણ ધરપકડ કર્યાંની ગણતરીની મિનિટોમાં જ પ્રિન્સિપાલ હિતેશ પુરી અને મેનેજર બકુલ ઠક્કરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. નિત્યાનંદ આશ્રમમાં […]

Continue Reading

અમદાવાદમાં અંજલિ બ્રિજ પાસે 1 કરોડનાં સોનાંની ચકચારી લૂંટ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની કાયદો વ્યવસ્થા કથળતી જાય છે. પહેલાં આંગડિયા પેઢીનાં કર્મચારીને ગોળી મારી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે આજે પાલડી નજીકનાં અંજલિ બ્રિજ પાસે 1 કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. એક્ટિવા પર આવેલાં બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર […]

Continue Reading

મારૂતિ પણ 27 વર્ષ પહેલા સરકારી કંપની હતી; છેલ્લા 16 વર્ષમાં શેરે 5600 ટકા રિટર્ન આપ્યું

કેબિનેટે બુધવારે BPCL સહિત 5 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ પ્રથમ વાર નથી કે જ્યારે સરકારે કોઈ મોટી કંપનીમાં વિનિવેશનો નિર્ણય લીધો હોય. આ પહેલા મારૂતિ અને હિન્દુસ્તાન જિંક જેવી કંપનીઓના પણ મોટા ઉદાહરણ છે. આ બંને કંપનીઓ ખાનગીકરણ બાદ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. મારૂતિના શેરે 2003માં લિસ્ટિંગ બાદ છેલ્લા […]

Continue Reading

એક્સિડન્ટ થયો હોય તેવી વ્યક્તિનો મોબાઈલ પેટર્ન કે નંબરથી લોક હોય તો મદદ કેવી રીતે કરવી?

અમદાવાદમાં ગુરુવારે સવારે ટ્રાફિકથી ભરચક રહેતા પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સાથેના વધુ એક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી સાઈડથી એક બાઈક પર આવી રહેલા બે સગા ભાઈ નયન રામ અને જયેશ રામનું બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ તુરત સ્થાનિક લોકો એકત્ર થઈ […]

Continue Reading

પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, બંનેના મોબાઈલ સ્ક્રિન લોક હતા, સ્થાનિકોમાં રોષ

આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી […]

Continue Reading