શાહે કહ્યું-અમે સો વખત કહ્યું હતું કે ફડણવીસ જ CM હશે, વિપક્ષ પાસે સરકાર બનાવવા માટે હવે 6 મહિનાનો સમય

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું કે અત્યારે ત્યાં દરેક વિપક્ષ પાર્ટી પાસે સરકાર બનાવવાનો મોકો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણી સમયે સો વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે પરંતુ ત્યારે કોઇએ વિરોધ ન […]

Continue Reading

મહારાષ્ટ્ર : શિવસેનાની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઇ

રાજકારણમાં સામેથી આવેલી તક ગુમાવનારા બહુ પસ્તાતા હોય છે. મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલેલી ખેંચતાણમાં વિપક્ષોને મળેલી સત્તા મેળવવાની તક કોંગ્રેસ અને એનસીપીએ રાજકીય લેખાજોખા કરવામાં ગુમાવી દીધી છે અને હવે મહારાષ્ટ્રમાં છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં રાજકીય રસ્સાખેંચની ઘટના એટલી હાઇ વોલ્ટેઝ ડ્રામાથી ભરેલી રહી કે ભલભલા રાજકીય પંડિતો પણ […]

Continue Reading

હોંગકોંગમાં આગજની, ગોળીબાર અને સડક પર ચીન વિરોધી સંગ્રામ

હોંગકોંગમાં મંગળવારે ફરી વાર લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા, લોકોએ ઠેકઠેકાણે આગજની કરી હતી. દેશની સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઘણે ઠેકાણે રેલ સેવાઓને અટકાવી દેવામાં આવી હતી. માઓન શાન પ્લાઝા ખાતે એક વ્યક્તિ ઉપર કોઈકે પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલાના ફૂટેજ પણ વાઇરલ થયા હતા. […]

Continue Reading

ભારતમાં વોડાફોનની સ્થિતિ ખરાબ, કંપનીનું ભવિષ્ય અધ્ધરતાલ : CEO નિક રીડ

વોડાફોને જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર ઓપરેટરો પાસેથી વધારે ટેક્સ અને ચાર્જ વસૂલતી રહેશે ત્યાં સુધી કંપનું ભવિષ્ય અધ્ધરતાલ રહેશે. વોડાફોનના સીઇઓ નિક રીડે જણાવ્યું હતું કે, રેગ્યુલેશન અને વધારે પડતા ટેક્સને કારણે નાણાંકીય રીતે અમારા પર મોટો બોજ છે. એ કહેવું યોગ્ય હશે કે, સ્થિતિ ખરાબ છે. સરકારે વોડાફોન-આઇડીયાને લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ […]

Continue Reading

GSTના દરોમાં ફેરફાર થતા હાલની ટેક્સ્ટાઇલ પોલિસીમાં ૪ વર્ષનો વધારો

રાજ્યના મહત્ત્વના ઉદ્યોગ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝ માટે સરકારે જાહેર કરેલી પોલિસીની રાહતો-પ્રોત્સાહનોનો સમયગાળો ૮ વર્ષથી વધારીને ૧૨ વર્ષ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેની પાછળનું કારણ GSTનો અમલ થતા વેરાના દરોમાં ફેરફાર છે. સરકારે આ પોલિસી ૨૦૧૨માં જાહેર કરી હતી ત્યારે વેટના દરો મુજબ જે રાહત મળતી હતી તે ૨૦૧૭માં GSTના અમલીકરણ પછી વેરાના દરમાં ફેરફાર […]

Continue Reading

પત્ની ઋતિકની ફેન હોવાથી ઈર્ષામાં પતિએ તેની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

અમેરિકામાં મૂળ ભારતીય એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેને ડોઝોય(27) ભારતીય અભિનેતા ઋતિક રોશનને પસંદ કરતી હતી. પતિ દિનેશ્વર બુધિદાત આ વાતથી નારાજ હતો અને આ વાતથી હેરાન થઈને તેને ડેઝોયની હત્યા કરી દીધી હતી. દિનેશ્વર બારટેન્ડરનું કામ કરતો હતો. […]

Continue Reading

લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ ICUમાં દાખલ કરવામાં આવ્યા

ભારતરત્ન લતા મંગેશકરની તબિયત બીજા દિવસે પણ નાજુક છે. તેઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે. સોમવારના (11 નવેમ્બર) રોજ તેમણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, લતા મંગેશકરની તબિયત ચિંતાજનક છે. તેમના પર દવાઓની અસર ધીમે-ધીમે થઈ રહી છે. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું […]

Continue Reading

વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી

વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને […]

Continue Reading

રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવાનો પ્રયાસ: અહમદ પટેલ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આજે મુંબઈ ખાતે કોંગ્રેસ-NCP નેતાઓની બેઠક યોજાય જેમાં રાજ્યમાં સરકારના ગઠન પર ચર્ચા થઈ. મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં પટેલે કહ્યું કે, શિવસેનાએ 11 નવેમ્બરે અમારી સાથે સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજકીય સસ્પેન્સ અકબંધ, અજિત પવાર કોંગ્રેસથી નારાજ છે

શિવસેના પોતાનો દાવો પુરવાર ન કરી શકતાં મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપીને આજે રાત્રે સાડા આઠ સુધીમાં પોતાના પ્રધાન મંડળની યાદી સુપરત કરવાનો સમય આપ્યો હતો પરંતુ એ પણ શક્ય ન બને એવા અણસાર દેખાતા હતા. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કોંગ્રેસ તરફ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ ટેકાનો પત્ર કેમ સમયસર […]

Continue Reading