ઝારખંડમાં મતદાન વચ્ચે નક્સલો ત્રાટક્યા, મતદારોને અટકાવવા ગુમલામાં પુલ ઊડાવ્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આજે સવારે અહીં શરૂ થયું હતું.  આ વિસ્તાર નક્સલવાદીઓના ગઢ સમાન હોવાથી ચૂંટણી પંચે અહીં બપોરે ત્રણ વાગ્યા સુધીનો મતદાનનો સમય નક્કી કર્યો હતો. મતદાન શરૂ થયાના થોડાજ સમયમાં નક્સલવાદીઓ ત્રાટક્યા હતા અને ભાંગફોડ શરૂ કરી હતી.  વિષ્ણુપુર વિધાનસભા બેઠકમાં ગુમલા વિસ્તારના એક પુલને ઊડાવી દેવામાં આવ્યો હતો. જો […]

Continue Reading

કંડલામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત, 10થી વધુ ઘાયલ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઇક અથડાવવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં બે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ધિંગાણામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ઘાયલોને આદિપુરની જૈન સેવા સમિતિ અને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

Continue Reading

ઈમરાનના મંત્રીનો દાવો- કોરિડોર ખોલવા પાછળ સેના પ્રમુખ બાજવાનું દિમાગ, આ જખમ ભારતને ચુભતો રહેશે

પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદે શનિવારે દાવો કર્યો કે કરતારપુર કોરિડોર ખોલવા પાછળ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનું દિમાગ છે. તેમણે ભારતને મોટો ઘાવ આપ્યો છે જે હંમેશા ચુભતો રહેશે. આ પહેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાન કહી ચૂક્યા છે કે આ શરુ કરવાનો આઇડિયા તેમનો હતો. કોરિડોર પંજાબના ડેરા બાબા નાનક અને પાકિસ્તાનના કરતારપુર વચ્ચે બન્યો […]

Continue Reading

CBSE બોર્ડ હાથીજણ સ્થિત DPS-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરશે, બે દિવસમાં નિર્ણય લેવાશે

નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં સપડાયેલી હાથીજણ સ્થિત ડીપીએસ ઈસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવશે. આ અંગે CBSE બોર્ડ બે દિવસમાં નિર્ણય લેશે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ માન્યતા રદનો અમલ થશે. બીજી તરફ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો […]

Continue Reading

18 હજાર ફુટની ઉંચાઇ પર પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવ્યા, 2 શહીદ

લદ્દાખના દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં શનિવારે સવારે પેટ્રોલિંગ પર નિકળેલા ભારતીય સૈનિકો હિમપ્રપાતની ચપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ સેનાની રેસ્ક્યૂ ટીમે સ્થાનિકોની મદદથી તેમને સુરક્ષિત કાઢ્યા હતા પરંતુ ઇલાજ દરમિયાન નાયબ સૂબેદાર સેવાંગ ગ્યાલશન અને રાઇફલમેન પદમ નોરગૈસનું મૃત્યુ થયું હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના સમયે સેનાની ટુકડી 18 હજાર ફીટની ઉંચાઇ પર હતી. […]

Continue Reading

દાહોદમાં હત્યાકાંડ: એક જ પરીવારના 6 લોકોની સામુહિક હત્યા

દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના […]

Continue Reading

રાજકીય પક્ષોનું ગઠબંધન અટકાવીશું તો દેશમાં લોકતંત્ર રહેશે જ નહીં: સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મહા વિકાસ અઘાડીને રાહત આપતા ગઠબંધનને અપવિત્ર સંબોધતી અરજી ફગાવી દીધી હતી. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ ગઠબંધનની સમીક્ષા કેમ કરે? ચૂંટણી પરિણામ પહેલાના ગઠબંધન અને પછીના ગઠબંધનમાં કોર્ટ કેમ દખલ કરે? […]

Continue Reading

15મી જાન્યુઆરી 2021 પછી સોનાના દાગીના હોલમાર્ક વગર વેચી શકાશે નહીં

કેન્દ્રમાં મોદી સરકારે સોના બજાર માટે મહત્વની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ દેશભરના સોની બજારોમાં કોઇપણ પ્રકારના સોનાના દાગીના હોલમાર્ક વિના વેચી શકાશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું કે, ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુસર સોનાના ઘરેણા અને કલા કૃતિઓ માટે હોલમાર્કનો નિયમ 15મી જાન્યુઆરી 2021થી ફરજિયાત કરવામાં આવ્યો છે.  […]

Continue Reading

દેશની આર્થિક સ્થિતિ છ વર્ષની સૌથી ખરાબ હાલતમાં, GDP ઘટીને 4.5% થયો

ભારતની અર્થવ્યવસ્થાને લઇને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ ભારતની અર્થવ્યવસ્થામાં જૂલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ગત છ વર્ષની સૌથી ધીમી ગતિએ વધારો થયો છે. આ દરમિયાન દેશની GDP માત્ર 4.5% રહી જે ગત ત્રિમાસિકની GDPથી પણ ઓછી રહી. 2018માં જૂલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે GDP દર 7% હતો, આ પહેલા સૌથી ઓછી જીડીપી 2013માં […]

Continue Reading

બિટકોઈન કૌભાંડનો પર્દાફાશ કરનાર નિશા ગોંડલિયા પર ખંભાળિયા નજીક બે રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

બિટકોઈન કેસ અને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને લઈને કેટલાક ચોંકવાનારા ખુલાસા કરવાથી ચર્ચામાં આવેલી વ્હિસલબ્લોઅર નિશા ગોંડલીયા પર બપોરે દ્વારકા જિલ્લાના ખંભળિયા પાસે આરાધનાધામ નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખંભાળિયા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિશા […]

Continue Reading