રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર છે’ના નિવેદનમાં રાહત મળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે સાવધાની રાખજો

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું […]

Continue Reading

ચેકપોસ્ટ નાબૂદ કરનારું ગુજરાત 22મું રાજ્ય, અડચણો વિના અમલ થઈ શકશે?

રાજ્ય સરકારે આજે(14 નવેમ્બર) 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત ચેકપોસ્ટ નાબૂદ કરનારું દેશનું 22મું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સુધારાઓ કરી રહી છે. પરંતુ મોટા ભાગના નિર્ણયો લાગુ થવામાં અનેક અડચણો આવી રહી છે અને સંપૂર્ણ રીતે અમલ […]

Continue Reading

ખેડૂતો માટે 700 કરોડની સહાયનું પેકેજ, 33 ટકા કરતા વધુ નુકસાન માટે સહાય કરાશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિન પિયતમાં હેકટર દીઠ 6,800 રૂ. સહાય અપાશે. પાકવીમા સિવાય પણ રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. 2 લાખ કરતા વધુ ખેડૂતોને સહાય મળશે. રાજ્યમાં દિવાળી પહેલા અને દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના તૈયાર પાકને અને ખેતરમાં […]

Continue Reading

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર 9 ડિસે.થી ત્રણ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર આગામી 9-12 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું. હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે 9મી ડિસે.ના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમજ બીજી બેઠકમાં 26  નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે કહ્યું- ચીફ જસ્ટિસની ઓફિસ સાર્વજનિક સંસ્થા, તે RTIના દાયરામાં આવશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ RTIના દાયરામાં છે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન પીઠે ચૂકાદો આપ્યો હતો. રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે. રંજન ગોગોઇ સાથે જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ દીપક […]

Continue Reading

પાસપોર્ટમાં લિંગ પરિવર્તનનો સવાલ કેમ ? હાઇકોર્ટે કહ્યું- બંધારણમાં ભેદ કરવાની મંજૂરી નથી, કેન્દ્ર જવાબ આપે

મદ્રાસ હાઇકોર્ટે બુધવારે પાસપોર્ટ ફાર્મમાં લિંગ પરિવર્તન સર્જરી(એસઆરએસ)ની જાણકારી માંગવા પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. ચેન્નઇના સમાજિક કાર્યકર્તા શિવકુમારે પાસપોર્ટમાં આ પ્રકારની જાણકારી માંગવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજદારે તેને બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન ગણાવ્યું હતું જેમાં નાગરિકોની વ્યક્તિગત આઝાદીને સંરક્ષણ આપવામાં આવ્યું છે. શિવકુમારે કોર્ટને અપીલ કરી હતી કે પાસપોર્ટ અરજીમાં […]

Continue Reading

શાહે કહ્યું-અમે સો વખત કહ્યું હતું કે ફડણવીસ જ CM હશે, વિપક્ષ પાસે સરકાર બનાવવા માટે હવે 6 મહિનાનો સમય

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું કે અત્યારે ત્યાં દરેક વિપક્ષ પાર્ટી પાસે સરકાર બનાવવાનો મોકો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણી સમયે સો વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે પરંતુ ત્યારે કોઇએ વિરોધ ન […]

Continue Reading

મહારાષ્ટ્ર : શિવસેનાની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઇ

રાજકારણમાં સામેથી આવેલી તક ગુમાવનારા બહુ પસ્તાતા હોય છે. મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલેલી ખેંચતાણમાં વિપક્ષોને મળેલી સત્તા મેળવવાની તક કોંગ્રેસ અને એનસીપીએ રાજકીય લેખાજોખા કરવામાં ગુમાવી દીધી છે અને હવે મહારાષ્ટ્રમાં છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં રાજકીય રસ્સાખેંચની ઘટના એટલી હાઇ વોલ્ટેઝ ડ્રામાથી ભરેલી રહી કે ભલભલા રાજકીય પંડિતો પણ […]

Continue Reading

હોંગકોંગમાં આગજની, ગોળીબાર અને સડક પર ચીન વિરોધી સંગ્રામ

હોંગકોંગમાં મંગળવારે ફરી વાર લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા, લોકોએ ઠેકઠેકાણે આગજની કરી હતી. દેશની સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઘણે ઠેકાણે રેલ સેવાઓને અટકાવી દેવામાં આવી હતી. માઓન શાન પ્લાઝા ખાતે એક વ્યક્તિ ઉપર કોઈકે પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલાના ફૂટેજ પણ વાઇરલ થયા હતા. […]

Continue Reading

ભારતમાં વોડાફોનની સ્થિતિ ખરાબ, કંપનીનું ભવિષ્ય અધ્ધરતાલ : CEO નિક રીડ

વોડાફોને જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર ઓપરેટરો પાસેથી વધારે ટેક્સ અને ચાર્જ વસૂલતી રહેશે ત્યાં સુધી કંપનું ભવિષ્ય અધ્ધરતાલ રહેશે. વોડાફોનના સીઇઓ નિક રીડે જણાવ્યું હતું કે, રેગ્યુલેશન અને વધારે પડતા ટેક્સને કારણે નાણાંકીય રીતે અમારા પર મોટો બોજ છે. એ કહેવું યોગ્ય હશે કે, સ્થિતિ ખરાબ છે. સરકારે વોડાફોન-આઇડીયાને લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ […]

Continue Reading