ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટ 2019 માં મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ફરીએક વાર પહેલા નંબરે બિરાજ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીને વર્ષ 2019 માટે સૌથી ધનિક ભારતીયોની યાદી બહાર પાડી હતી જેમાં મુકેશ અંબાણીઓ ટોચનુ સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની કુલ સંપત્તિ 5,140 કરોડ ડોલર (આશરે 3.64 લાખ કરોડ રુપિયા)સાથે બારમી વખત આ યાદીમાં ટોચ પર […]

Continue Reading

MBBSમાં સીટ વધે તે માટે રાજ્યના ત્રણ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનશે, પ્રથમ વર્ષે 100 બેઠક પર પ્રવેશ મળશે

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં પ્રજાજનોની આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને […]

Continue Reading

અમદાવાદના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા 16 ઓક્ટોબરથી કેમ્પનું આયોજન

શહેરના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવનજરૂરિયાતની સાધનસામગ્રી પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કર્યું છે. જરૂરતમંદ દિવ્યાંગોને તારીખ 16થી 22 ઓક્ટોબર સુધી સાધનો આપવા કેમ્પનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત 60થી વધુ વર્ષના બીપીએલ લાભાર્થીઓને પણ સહાયનો લાભ મળશે. જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, શહેરના જરૂરિયાતમંદ દિવ્યાંગોને જીવન-સહાયક સાધનો આપવા […]

Continue Reading

ગુજરાતમાં 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું, 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે, હાલ ડબલ સિઝન

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વર્ષ 1961 બાદ એટલે કે 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 45.60 ઇંચ સાથે સિઝનનો 142 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 ઓક્ટોબરથી રાજ્યમાંથી પણ ચોમાસાની વિદાયનો તબક્કાવાર પ્રારંભ થઈ ગયો […]

Continue Reading

PM મોદીએ તમિળ પહેરવેશ પહેરીને જિનપિંગનું સ્વાગત કર્યું, ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૈપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે મહાબલીપુરમ પહોંચ્યા હતા. મોદી અહીં ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા. તેમણે મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક […]

Continue Reading

PNB કૌભાંડ મામલે CBIએ મેહુલ ચોક્સીને ભાગેડું જાહેર કરવાની કરી માંગ

CBIએ ગુરૂવારે કોર્ટ સમક્ષ મેહુલ ચોક્સીને પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડું જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. સીબીઆઈએ કહ્યુકે, ચોક્સી નોનબેલેબલ વોરંટનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો છે. જેને કારણે તેને ભાગેડું જાહેર કરવાની અને તેની સંપત્તિને અટેચ કરવાની પરવાનગી આપવામાં આવે. સીબીઆઈએ ચોક્સીની તરફથી પોતાની સામે રજૂ કરાયેલાં NBWને ફગાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીનો પણ […]

Continue Reading

ઈથિપિયાના પ્રધાનમંત્રી અબી અહમદને મળ્યું શાંતિનું નોબલ પુરસ્કાર

ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદને 2019નો શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમના દેશના ચિર શત્રુ ઈરિટ્રિયાની સાથેના સંઘર્ષનો ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યો છે. નોબલ પુરસ્કારના પંચે જણાવ્યુ હતુ કે, 43 વર્ષીય અબીને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે અને વિશેષ રૂપથી પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા […]

Continue Reading

વેપારીઓને ફાયદો / GSTનો સૌથી મોટો રિવ્યું શરૂ, રેટ સ્લેબમાં ફેરફાર કરાશે

જીએસટીના લોન્ચિંગ બાદ બે વર્ષ પછી કેન્દ્ર સરકારે તેની સૌથી મોટી સમીક્ષા શરૂ કરી દીધી છે. આ સમીક્ષા હેઠળ જીએસટીના સ્લેબ અને દર ફરી એક વાર નક્કી કરવામાં આવી શકે છે. લીકેજ રોકવા અને કલેક્શન વધારવાના પ્રયાસના ભાગરૂપે સરકારે હવે રિવ્યૂ શરૂ કરી દીધો છે. એક દેશ એક ટેક્સની આ વ્યવસ્થાની સમીક્ષાનું કામ કેન્દ્ર અને રાજ્ય […]

Continue Reading

ત્રણ કલાકની જહેમત બાદ આજી GIDCની આગ પર કાબૂ મેળવાયો, ચીફ ફાયર ઓફિસર, 4 જવાન સહિત 7 દાઝ્યા

આજી GIDCમાં આવેલી નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને ફાયરબ્રિગેડે આખરે ત્રણ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી છે. ગુરુવારે બપોરે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં શૈલેષ […]

Continue Reading

પીએમ મોદીને પત્ર લખનાર 49 મહાનુભાવોને રાહત, દેશદ્રોહનો કેસ ખોટો સાબિત થયો

દેશમાં મોબ લિંચિંગના વધતા મામલાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિરોધ વ્યક્ત કરનારા 49 મહાનુભાવોને મોટી રાહતના સમાચાર છે. તાજેતરમાં તેમની સામે દેશદ્રોહનો કેસ થયો હોવાની ચર્ચાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું, જેને બંધ કરવાના આદેશ થયા છે. આ કેસનું સુપરવિઝન કરી રહેલા મુઝફ્ફરપુરના એસએસપી મનોજ કુશવાહાએ કેસ બંધ કરવાના આદેશ કર્યા છે. તેમણે […]

Continue Reading