કોરોના હોસ્પિટલના તબીબો અને નર્સો સહિતનો સ્ટાફ સિવિલ કેમ્પસમાં જ રહેશે

કોરોનાના કેસો અટકવાનું નામ જ નથી લઇ રહ્યાં ત્યારે સિવિલ (કોરોના) હોસ્પિટલમાં ફરજ બજાવતા 27 વર્ષના મેઇલ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી હતી. આ સ્થિતિમાં હવે સિવિલ (કોરોના) હોસ્પિટલના તમામ તબીબો-નર્સો સહિતના કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા સિવિલ કેમ્પસમાં જ જુદી જુદી જગ્યાએ ગોઠવવામાં આવી છે. ઉપરાંત, તમામના જમવાની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ તંત્ર જ ગોઠવશે. […]

Continue Reading

પટિયાલાઃ શાકમાર્કેટમાં કર્ફ્યૂ પાસ માંગતા પોલીસ ASIનું કાંડુ કાપી નાંખ્યું, સાતની ધરપકડ

પટિયાલા શાકમાર્કટમાં રવિવારે સવારે નિહંગો દ્વારા (શીખ ધર્મના બ્લુ રંગના કપડા પહેરેલા હથિયારધારીઓ) એક પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પર હુમલો કરી તેનો હાથ કાપી નાંખવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. લોકડાઉનના પાલન માટે પોલીસ ફરજ બજાવી રહી હતી અને આ નિહંગો પાસે કર્ફ્યૂ પાસ માંગવામાં આવતા પોલીસ પર હુમલો કરાયો હતો જેમાં એક એએસાઈનું કાંડુ કાપી […]

Continue Reading

મુંબઈની તાજ હોટલના 6 કર્મચારીઓ પોઝિટિવ, દર્દીઓની સંખ્યાના આધારે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું

કોરોના સંક્ર્મણને કારણે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકડાઉન પાર્ટ -2 હવે વધુ કડક બનશે. સંક્રમણ સાંકળ તોડવા માટે રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરમિયાન, દક્ષિણ મુંબઈની હોટલ તાજ મહલ પેલેસના ઓછામાં ઓછા છ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો […]

Continue Reading

અમેરિકામાં સંક્રમણથી 40થી વધારે ભારતીયના મોત, 1500થી વધારે સંક્રમિત; સિંગાપુરમાં 51 ભારતીય પોઝિટિવ

વિશ્વમાં અમેરિકા કોરોનાનું એપિસેન્ટર બની ચુક્યુ છે. અહીં 5 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 20 હજારથી વધારે મોત થઈ ચુક્યા છે. દરમિયાન એવી પણ માહિતી મળી છે કે આ મહામારીને લીધે 40થી વધારે ભારતીય મૂળના લોકોના મોત થયા છે. ભારતીયોની ન્યૂ યોર્ક અને ન્યુજર્સીમાં સૌથી વધારે જાનહાની થઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે મરનારા ભારતીયોમાં કેરળના […]

Continue Reading

સુરતના લસકાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરો વિફર્યા

એક જ દિવસમાં બે સ્થળોએ કારીગરોની સમયસર વેતન તેમજ જમવાનું નહીં મળતું હોવાના મુદ્દે ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સવારે સુરત ડાયમંડ બુર્સના કારીગરોએ ધમાલ કર્યા બાદ મોડી સાંજે શહેરના લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર કળથીયા સોસાયટીના હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી હતી. ટોળાએ રસ્તાને બંધ કરવા માટે […]

Continue Reading

ભારતીય સેનાનો વળતો પ્રહાર, LOC પાસે આતંકવાદીઓના લોન્ચ પેડ ઉડાવ્યા

હાલ સમગ્ર દુનિયા મહામારીના સંકટથી ઝઝૂમી રહી છે અને પાકિસ્તાને તેની નાપાક હરકતો તથાવત રાખી છે. આતંકવાદીઓની ઘૂષણખોરી કરાવવા માટે કુપવાડાના કેરન સેક્ટરમાં શુક્રવારે ભારતીય સેના પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ જેનો જડબાતોડ જવાબ આપતા આતંકી લોન્ચ પેડને નિશાનો બનાવીને હુમલા કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દુશ્મનને ભારે નુકસાન થયું છે.  આર્મીના સૂત્રોના જણાવ્યા […]

Continue Reading

વ્હાઈટ હાઉસે ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી મોદીને ફોલો કર્યા, આવું ગૌરવ મેળવનાર વિશ્વમાં તેઓ એકમાત્ર નેતા બન્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના એકમાત્રે એવા નેતા બન્યા છે,  જેઓને વ્હાઈટ હાઉસએ ટ્વિટર ઉપર ફોલો કર્યા છે. હાલમાં જ વ્હાઈટ હાઉસે વિશ્વના સૌથી શક્તિશાળી અને ચર્ચિત 19 લોકોની યાદી બનાવી છે. તેમા મોદીનું નામ સામેલ છે. વ્હાઈટ હાઉસના 2.15 કરોડ ફોલોઅર્સ છે અને તે 19 લોકોને ફોલો કરે છે. તેમાથી 16 અમેરિકાની વ્યક્તિ છે. વ્હાઈટ […]

Continue Reading

વડોદરામાં પહેલા 16 દિવસમાં કોરોના વાઈરસના માત્ર 9 પોઝિટિવ કેસ અને પછીના માત્ર 7 દિવસમાં જ 68 કેસ નોંધાયા

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસ વિસ્ફોટની જેમ ફેલાઇ રહ્યો છે. વડોદરામાં 20 માર્ચના રોજ કોરોના વાઈરસના પ્રથમ બે પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ 4 એપ્રિલ સુધીના 16 દિવસમાં વડોદરામાં માત્ર કુલ 9 કેસ જ નોંધાયા હતા. જોકે 5 એપ્રિલના રોજ વડોદરામાં કોરોના વાઈરસનો 10મો કેસ નોંધાયો હતો. અને ત્યારપછીના માત્ર […]

Continue Reading

પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગથી ત્રીજી વખત વાત કરી, લોકોને જાગૃત કરવા માટે માસ્ક લગાવી ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ સમયે મો પર માસ્ક લગાવ્યુ છે. કોન્ફરન્સિંગમાં લોકડાઉનની અવધિ લંબાવવા પર ચર્ચા થઈ રહી છે. આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ […]

Continue Reading

પ્રાઈવેટ લેબોરેટરીમાં પણ કોરોનાની તપાસ નિ:શુલ્ક કરાવો : સરકારને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મુદ્દે થયેલી પીઆઈએલની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થઈ હતી. પ્રાઈવેટ લેબોરેટરીઓમાં પણ કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. એ માટે જરૂરી હોય એવા તમામ પગલાં ભરવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એ અંગેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં […]

Continue Reading