છોટાઉદેપુર : LRD ભરતીના મુદ્દે રાઠવા સમાજનું જલદ આંદોલન, બોડેલી સ્ટેશને ટ્રેન રોકી, MP હાઇવે બંધ

છોટાઉદેપુરમાં આદિવાસી રાઠવા સમુદાયના યુવાનો દ્વારા એલઆરડી ભરતીના મુદ્દે આંદોલનના માર્ગે ઉતર્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાઠવા સમાજના મહત્ત્વના દસ્તાવેજોને લઈને વિવાદ ઉભો થયો છે જેના કારણે બોડેલી રેલવે સ્ટેશન પર છોટાઉદેપુર-વડોદરા જતી ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ હથિયારો સાથે રેલવે સ્ટેશન પર આવી અને ટ્રેન રોકવામાં આવી હતી. યુવાનોએ […]

Continue Reading

મોટેરામાં બપોરે કેમ છો ટ્રમ્પ, સાંજે આશ્રમમાં ગાંધીદર્શન… ટ્રમ્પ ક્યારે આવશે, શું કરશે, ક્યાં જશે, શું જોશે…

24થી 27 ફેબ્રુઆરી વચ્ચે થશે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ, મોટેરામાં દિવસમાં યોજાશે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ, મોટેરામાં એક લાખ લોકો એકત્ર કરવાનું લક્ષ્ય, તેમાં વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, NRI જેવા ટ્રમ્પના ફોલોઅર્સને બોલાવાશે. ગાંધી અને સરદારની ઝાંખી દર્શાવાશે. ગરબાથી લઈ કુચીપુડી, ભરતનાટ્યમ, ભાંગડા જેવા સાંસ્કૃતિક નૃત્ય અને કાર્યક્રમની ઝલક દર્શાવાશે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા […]

Continue Reading

રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, અમદાવાદમાં 144 લાગુ ન હોય તો અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે

શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPCની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ […]

Continue Reading

જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે, નિવેદન પર મંત્રી જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી

રાજ્ય સરકારમાં ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સામે જ મોરચો ખોલી દીધો હોવાની ચર્ચાઓ હતી, તેમને કહ્યું હતુ કે પોરબંદર અને જેતપુર મારા સ્વ.પિતા વિટ્ઠલભાઇ રાદડિયાનું ખેતર છે અને તેના પર અમારો જ કબ્જો છે, એક રીતે જેતપુર અને રાજકોટનું ગ્રુપ સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડિયાની સામે ઉભું થઇ રહ્યું છે, કદાચ તેમને જ આ ચીમકી […]

Continue Reading

મહિલાએ 80 વર્ષના વૃદ્ધના ગેલરીમાં કપડાં કાઢી બાથમાં લઇ લીધા, મહેબુબે વાયરથી ગળું દબાવી હત્યા કરી

ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં , પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ […]

Continue Reading

રાજ્યની તમામ શાળાઓમાં હવે એપ્રિલથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ […]

Continue Reading

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે : CM રૂપાણી

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪-૨૬ ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે એ નિશ્ચિત બન્યું છે. પ્રેસિડેન્ટ તેમના ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે તેનો પ્રારંભ વિશ્વ વિભૂતિઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ગુજરાતથી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતે અમેરિકી પ્રમુખના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એમાંય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઐતિહાસિક […]

Continue Reading

ચીનથી વડોદરા પરત આવેલા 3 યુવાનોનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું, યુવાને કહ્યું: ‘ચીનમાં જીવવુ મુશ્કેલ છે’

કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા 2 યુવાનો સહિત 3 લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા. જેથી તેઓને ઘરે જવા […]

Continue Reading

કૃષ્ણનગરમાં દલિત મહિલાને અંબે માતાના “મંદિરમાં” પ્રવેશબંધી ફરમાવતા પોલીસ ફરિયાદ

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ ટાવરમાં રહેતી દલિત મહિલાને ફ્લેટમાં આવેલા અંબે માતાના મંદિરમાં પ્રવેશવાને લઇ વિવાદ સામે આવ્યો છે. મહિલા જયારે મંદિરમાં જાય ત્યારે ફ્લેટમાં રહેતા રમીલાબેન શાહ જાતિગત ભેદભાવ રાખી ફ્લેટના સિક્યુરિટીને કહી મહિલાને બહાર કાઢી મૂકે છે. દર્શન માટે જયારે જાય ત્યારે મંદિરમાં પાછળ પાછળ આવે છે. જેથી મહિલાએ આ મામલે કૃષ્ણનગર […]

Continue Reading

ખંભાત : અકબરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત

ખંભાતના અક્બરપુરા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. અથડામણના પગલે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ સર્જાયો હતો. ક્યાંક કોઈ જગ્યાએ ટોળાએ આગ ચંપી પણ કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા સમગ્ર જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને […]

Continue Reading