આશ્રમકાંડમાં DPSનાં પ્રિન્સિપાલ અને પુષ્પક સિટીના મેનેજર જામીન પર મુક્ત, નિત્યાનંદની ધરપકડના ભણકારા !

નિત્યાનંદ અને DPSનાં કનેક્શન અંગે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડીપીએસનાં આચાર્ય હિતેશ પૂરી અને પુષ્પક સિટીનાં મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. આ બંનેની હાલ વિવેકાનંદ પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી છે. પણ ધરપકડ કર્યાંની ગણતરીની મિનિટોમાં જ પ્રિન્સિપાલ હિતેશ પુરી અને મેનેજર બકુલ ઠક્કરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. નિત્યાનંદ આશ્રમમાં […]

Continue Reading

અમદાવાદમાં અંજલિ બ્રિજ પાસે 1 કરોડનાં સોનાંની ચકચારી લૂંટ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની કાયદો વ્યવસ્થા કથળતી જાય છે. પહેલાં આંગડિયા પેઢીનાં કર્મચારીને ગોળી મારી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે આજે પાલડી નજીકનાં અંજલિ બ્રિજ પાસે 1 કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. એક્ટિવા પર આવેલાં બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર […]

Continue Reading

એક્સિડન્ટ થયો હોય તેવી વ્યક્તિનો મોબાઈલ પેટર્ન કે નંબરથી લોક હોય તો મદદ કેવી રીતે કરવી?

અમદાવાદમાં ગુરુવારે સવારે ટ્રાફિકથી ભરચક રહેતા પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સાથેના વધુ એક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી સાઈડથી એક બાઈક પર આવી રહેલા બે સગા ભાઈ નયન રામ અને જયેશ રામનું બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ તુરત સ્થાનિક લોકો એકત્ર થઈ […]

Continue Reading

પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, બંનેના મોબાઈલ સ્ક્રિન લોક હતા, સ્થાનિકોમાં રોષ

આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી […]

Continue Reading

બસે અડફેટે લેતા સગા બે ભાઈના ઘટના સ્થળે જ મોત, દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર બીઆરટીએસ બસે બાઈકસવાર બે સગાભાઈઓને કચડ્યા હતા. જયેશ રામ અને નયન રામ નામ બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અસ્પષ્ટ છે અને તેમાં અકસ્માત બાદની અડધી મિનિટને કટ કરી દેવામાં આવી છે. અકસ્માત બાદ યુવાનો બસના […]

Continue Reading

અમદાવાદ : પાંજરાપોળ પાસે કાળમુખી બની BRTS બસ, બે ભાઇઓના થયા મોત

અમદાવાદની સવાર આજે ખરાબ સમાચાર લાવી છે. શહેરની જીવાદોરી સમાન એવી BRTS બસે પાંજરાપોળ વિસ્તારમાં બે ભાઇઓનો ભોગ લીધો હતો. નોકરી માટે જઇ રહેલ બે ભાઇઓને પાંજરાપોળ વિસ્તારમાં BRTS બેસે ઠોકર મારી હતી જેને પગલે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને બસ પર પથ્થર મારો […]

Continue Reading

DPSએ નિત્યાનંદ આશ્રમ સાથેની પાંચ વર્ષનો કરાર રદ કર્યો, ફ્રીમાં ભાડાપટ્ટે જમીન આપી હતી

નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોને ગોંધી રાખવા ડીપીએસ-હિરાપુર કેમ્પસની બાજુમાં આવેલા નિત્યાંનદ આશ્રમની જમીન મુદ્દે વિવાદ વધ્યો છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે FRCમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. […]

Continue Reading

ડેન્ગ્યુને કારણે બે દિવસમાં પાંચ લોકોના મોત, સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જમીન પર સારવાર

વડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી ગઇ વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના […]

Continue Reading

આશ્રમ વિવાદ મામલે નિત્યાનંદે મૌન તોડ્યું, કહ્યું-ગુજરાતમાં અમારા અનુયાયીઓને ખોટી રીતે ટાર્ગેટ કરાઈ રહ્યા છે, હું ઝુકીશ નહીં

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના […]

Continue Reading

ગુજરાતના કચ્છ, ભચાઉ, અંજારમાં 4.3 તીવ્રતાના ભૂંકપ આંચકા

ગુજરાતના કેટલાક શહેરોમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર છે. ભૂકંપના આંચકાઓ ખાસ કરીને કચ્છ, ભચાઉ, અંજારમાં અનુભવાયા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકાઓની તીવ્રતા રેક્ટર સ્કેલમાં 4.3 નોંધવામાં આવી હતી.  જો કે આ ભૂકંપના આંચકાઓથી કોઇ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.   ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો […]

Continue Reading