અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની ચર્ચા મામલે જુગલજી ઠાકોરે આપ્યું નિવેદન

રાજ્યસભા સાંસદના શપથ લીધા બાદ જુગલજી ઠાકોર પ્રથમવાર ગુજરાત પહોંચતા છે. ઠાકોર સમાજ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઇને પણ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત આવ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો […]

Continue Reading

માંડલઃ દલિત યુવકની પોલીસ સામે હત્યા કેસમાં યુવતી ગાયબ, પિતાની અટકાયત

માંડલ ખાતે વરમોર ગામમાં જ એક પરિવાર દ્વારા પોતાના જમાઈની જ પોલીસ સામે હત્યા કરી દીધી હતી. જે દરમિયાન બનેલી ઘટના સંદર્ભે મહિલા પોલીસ અર્પિતા અને ૧૮૧ હેલ્પલાઈનના કાઉન્સીલર ભાવીકા ભગોરાને સસ્પેન્ડ કરી હતી. હત્યા કેસમાં આજે વધુ એક આરોપી અને યુવતીના પિતા દશરથસિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ ઘટના જ્યારે બની તે […]

Continue Reading

અમદાવાદ: માનહાની કેસમાં રાહુલા ગાંધીને 15 હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે અને આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાવવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. અમદાવાદ ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં રાહુલ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની તૈયારી

વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ તા.31 ઓકટોબરના ધુમધામથી મનાવવા રાજય સરકારે તૈયારી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહે તેવી ધારણા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રતિમાની આસપાસ જે નવા પર્યટન સ્થળો તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાંથી જે […]

Continue Reading

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થવા અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમાદવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો […]

Continue Reading

ગુજરાતમાં દારૂની નદી વહે છે… વિદેશી દારૂના રોજના 41 જ્યારે દેશીદારૂના રોજના 181 કેસ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આમ છતાં સમગ્ર રાજ્યમાં છૂટથી જ્યારે જોઇએ ત્યારે કોઈ પણ સ્થળે ખૂબ જ સરળતાથી દારુ મળી રહેતો હોય છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દેશી અને વિદેશી દારૂના સંદર્ભમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં ક્યાં જિલ્લા માંથી કેટલો દારૂ પકડાયો અને સરકારે શું કાર્યવાહી કરી તેની માહિતી મંગાઈ હતી. […]

Continue Reading

S.T. બસોમાં પાંચ વર્ષથી ઓછા અનુભવવાળા ડ્રાઇવરોને એક્સપ્રેસ બસોમાંથી હટાવવા આદેશ

એસ.ટી.બસ ચલાવવાનો પાંચ વર્ષ કે તેથી ઓછા વર્ષોના અનુભવવાળા ડ્રાઇવરોને લાંબા અંતરની એક્સપ્રેસ બસોની સર્વિસમાંથી હટાવીને ફરજીયાતપણે લોકલ બસોમાં મૂકવાનો નિર્ણય લેવાયા છે. જેનો અમલ તમામ ૧૬ વિભાગીય ડેપો દ્વારા તાત્કાલિક કરવાની તાકિદ પણ કરાઇ છે. જેને લઇને ડ્રાઇવરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. છેલ્લા બે વર્ષોમાં બસોના અકસ્માતના વધેલા પ્રમાણની નિગમ કક્ષાએ સમીક્ષા હાથ ધરાઇ […]

Continue Reading

અમિત જેઠવા હત્યા કેસ: સ્પે. CBI કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

માહિતી અધિકાર કાર્યકર (RTI એક્ટિવિસ્ટ) અમિત જેઠવા હત્યા કેસ મામલે અમદાવાદની સ્પે. CBI કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાલ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં […]

Continue Reading

બાળકો પાસે ભીખ મંગાવવા અને ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ, 17 બાળકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ […]

Continue Reading

મોલ-મલ્ટીપ્લેક્સ હવે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. આ મામલે ડિવિઝન બેન્ચે જણાવ્યું છે કે, ‘હવેથી મોલ મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લઇ શકશે નહીં. જો આવું કરશે તો તેમની સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.’ આ મામલો થોડો સમયથી ઘણો વિવાદમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ […]

Continue Reading