માંડલના વરમોરમાં દલિત યુવકની થયેલી હત્યાનો પડઘો લોકસભામાં પડયો

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે. સમાનતા, અહિંસા જેવા મૂલ્યોની ગાંધીના ગુજરાતમાં જ હત્યા થઈ રહી છે. મંગળવારે હરેશની […]

Continue Reading

પેન્શનર્સ માટે ખુશ ખબરઃ સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે 2018માં ઠરાવ કર્યો […]

Continue Reading

રૂપાણી સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પેટે ખર્ચા આટલા કરોડ રૂપિયા, વિધાનસભામાં થયો ખુલાસો

વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીનાપ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 12 કરોડ 66 લાખનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન કર્યો હતો કે 31મે 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ […]

Continue Reading

કુપોષણ દૂર કરવા બાળકને ત્રણ રૂપિયાની કિંમતનો લાડુ ખવડાવવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછાયા હતા. જેનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ આપ્યો હતો. એક તબક્કે તેઓએ એવું કહ્યું હતું કે કુપોષણવાળા બાળકો શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પરંતુ તેને બદલે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો એવો શબ્દનો […]

Continue Reading

ગુજરાતને કુપોષણ મુક્ત કરવા સૌ સાથે મળીને કામ કરે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોના પ્રશ્નના ઉત્તરમાં ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સમાજને કુપોષણથી મુક્ત કરવાના પ્રયાસને ઝૂંબેશ સ્વરૂપે વેગ આપવવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજના પાયાની વાત છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન ઉપાડવામાં આવે તે જરૂરી છે. તેમણે […]

Continue Reading

CNG સ્ટેશન સ્થાપવાને લઈ સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદ્દ અનુસાર, હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે. વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ CNG […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં વાદળો નહીં વરસતા લોકો પર છવાયા ચિંતાના વાદળો

સૌરાષ્ટ્રમાં સપ્તાહ પહેલા જ નૈઋત્યનું ચોમાસાનું વિધિવત આગમન થયું પણ દિલને ઠંડક મળે તેવા વરસાદનું હજુ આગમન નથી, આકાશમાં વરસાદ લાવે તેવા વાદળો બંધાતા નથી ત્યારે લોકો અને ખેડૂતો પર ચિંતાના વાદળો છવાવા લાગ્યા છે. આજે હવામાનખાતાના સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની કોઈ આગાહી પણ નથી. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં સૌરાષ્ટ્રના લઘુ […]

Continue Reading

નીતિન સાંડેસરાની સ્ટર્લિંગ પોર્ટને દહેજ પોર્ટના વિકાસ માટે ફાળવેલો પરવાનો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયા છે તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રદ કરી દેવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત […]

Continue Reading

સુરતના યુવકને પોતાનો શોખ ભારે પડ્યો, સોશિયલ સાઇટ પર જોયું એવું કે…. જોતા જ ઉડ્યા હોંશ

ટેક્નોલોજી બેધારી તલવાર જેવી સાબિત થઇ રહી છે. તેમાંય સ્માર્ટ કેટેગરીમાં આવતા ગેજેટ વાપરવામાં જરા સરખી ગફલત જે તે વ્યક્તિને મોટું સામાજિક-આર્થિક નુકસાન કરી શકે છે. શહેરના પોશ વિસ્તારમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોર્ન શોખીન યુવક તેના બેડરૃમમાં પત્ની સાથે માણેલી અંગત પળો વેબ ઉપર ફરતી થઇ જતાં તે કફોડી સ્થિતિમાં […]

Continue Reading

ઉમરગામમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

ભરતસિંહ વાઢેર,કિર્તેશ પટેલ, ઉમરગામ : દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના પગલે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરગામના રોહિતવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોહિતવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તાર ભારે […]

Continue Reading