પેન્શનર્સ માટે ખુશ ખબરઃ સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે 2018માં ઠરાવ કર્યો હતો. જેને હાઈકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છેકે, તમામ પેન્શનર્સને 2006થી આ લાભ આપવામાં આવે.