મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફરીથી તબિયત લથડી : વિધાનસભા સત્રમાં પણ હાજર નહીં રહે

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ફરીથી લથડી છે. અગાઉ તેમને ન્યુમોનિયા થયો હતો. ત્યાર બાદ તેમને હાર્ટમાં પણ તકલીફ ઉભી થઇ હતી. મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમને લઇ જવાયા હતા જ્યાં તેમની નળીમાં બ્લોકેજ આવ્યું હતું. હાર્ટ સર્જનોઓએ તેમના પર બાયપાસ સર્જીરી કરી હતી. તેમજ ઇન્ફેક્શન દુર કરવાની સારવાર પણ આપી હતી. મુંબઇની હોસ્પિટલમાં લાંબા […]

Continue Reading

ચોમાસુ / વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ચોમાસાએ ગતિ પકડવાની સાથે આજે ફરી એક વાર મેઘરાજાનુ આગમન થયુ છે. ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણાં ઠંડર પ્રસરી છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ પ્રિમોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. તો મધ્ય […]

Continue Reading

દેશમાં સૌથી વધુ ગુજરાતમાંથી સતત ઝડપાઈ રહી છે પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો

૨૦૧૬ની ૮મી નવેમ્બરે પીએમ મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકી નોટબંધીની જાહેરાત કર્યા બાજ પણ ગુજરાતમાંથી સતત પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો ઝડપાઈ રહી છે. નેશનલ રેકોર્ડ ક્રાઈમ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ૧૮ જૂન ૨૦૧૯ સુધીમાં રૂ.૫૦૦ની ૧,૨૬૭ નોટ અને રૂ.૧૦૦૦ની ૧,૧૧૫ નોટો ઝડપાઈ છે. આમ પ્રતિબંધિત નોટો ઝડપાવા મામલે ગુજરાત […]

Continue Reading

હાઈકોર્ટની ગુજરાત સરકારને ફટકાર, કહ્યું- પુરતી પ્રાથમિક શાળાઓ અને ક્લાસરૂમ જરૂરી છે પછી CCTV

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 16000 ઓરડાઓની ઘટ છે અને રાજ્ય સરકાર શાળાઓમાં સીસીટીવી લગાવવા જઈ રહી છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી કહ્યું કે, સ્કૂલોમાં માત્ર સીસીટીવી લગાવવાનો મુદ્દો નથી, બાળકોના ભણતર માટે પુરતી પ્રાથમિક શાળાઓ અને શાળાઓમાં પુરતા ક્લાસરૂમ પણ જરૂરી છે અને ત્યારબાદ સીસીટીવીનો મુદ્દો આવે છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા […]

Continue Reading

ગીરમાં ત્રણ સિંહના મોત મામલે ખુલાસો, કૃમિને કારણે ત્રણેય સિંહોના મોત થયા, 6 સિંહ દેખરેખ હેઠળ

છેલ્લા એક વર્ષથી વિશ્વમાં એક માત્ર એશિયાટિક લાયન ધરાવતા ગુજરાતના ગીરમાં સતત સિંહોના મોત થઈ રહ્યા છે, ત્યારે 10 દિવસ પહેલા મેંદરડાનાં કેરંભા વિસ્તારના ગડકબારી જંગલમાં થયેલા ત્રણ સિંહના થયેલા મોત મામલે નવો ખુલાસો થયો છે. વન વિભાગે ત્રણ સિંહોના મોતની પુષ્ટી કરી ત્રણેય સિંહના કૃમિને કારણે મોત થયો હોવાનો ખુલાસો કર્યો છે. જેને પગલે […]

Continue Reading

BJP નેતા કૈલાસ વિજયવર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારપીટ

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દૌર નગર નિગમના અધિકારીની બેટથી ધોલાઇ કરાવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે. આકાશ વિજયવર્ગીય ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલાને લઇને આકાશ વિજયવર્ગીયનું કહેવું […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની સુવિધા છે પણ એ ત્રણ મહિનાથી બંધ છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરની સુવિધા કરવામાં આવી છે પરંતુ આ સુવિધા છેલ્લા 3 મહિનાથી બંધ છે. પ્રવાસીઓની માંગને લઇને સરકાર દ્વારા ફરી હેલિકોપ્ટર સુવિધા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ગાંધીનગરથી ખાનગી કંપની દ્વારા આ સુવિધા શરૂ કરવાની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા પ્રવાસીઓને ટુંક સમયમાં ફરી […]

Continue Reading

ગુજરાતની સૌથી લાંબી રથયાત્રાનું આ વર્ષ પણ યથાવત્

અષાઢી બીજે ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથી-ઘોડા-પાલખી સાથે ભગવાન નગરની ચર્યાએ નીકળવાના છે ત્યારે આબુ રોડથી હાથીને પણ ગાંધીનગર લાવવામાં આવશે. ત્યારે રાજ્યની સૌથી લાંબી ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભગવાનના મોસાળ […]

Continue Reading

વિધાનસભાનાં સત્ર બાદ બદલાઈ શકે છે વિપક્ષના નેતા

વિધાનસભા સત્ર બાદ વિપક્ષ નેતા બદલાઈ શકે છે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે અને તેઓ હાઈકમાન્ડને પહેલીથી જ પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. હાઈકમાન્ડે આ રાજીનામાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે, વિપક્ષ નેતા તરીકે યુવા નેતાઓને પણ તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, […]

Continue Reading

સુરતમાં ફરી તક્ષશિલા જેવી ઘટના: જ્ઞાનગંગા સ્કૂલમાં આગ, 150 બાળકોને રેસ્ક્યૂ કરાયા

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ માંડ એક મહિનો થયો છે ત્યાં આજે ફરીથી શાળામાં આગની ઘટના સામે આવી છે. શહેરના ભટાર રોડ પર જ્ઞાનગંગાના સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા 150 બાળકોને રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભટાર રોડ પર આવેલી […]

Continue Reading