ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશે

કોરોના વાયરસના સંક્રમણને પગલે અમેરિકામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે. આ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધન નિવેદન આપતા કહ્યું કે સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું કે જો જાણીજોઈને ચીને કોરોના વાયરસ ફેલાવ્યો હશે તો તેના પરિણામ ભોગવવા પડશે. જો આ ભૂલ હતી તો ભૂલ, ભૂલ કહેવાય પરંતુ […]

Continue Reading

આખી દુનિયાને મૂર્ખ બનાવનાર ચીનનો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી લીધો બરાબરનો ઉધડો

ચીને કોરોના વાયરસથી પોતાના દેશમાં મૃતકોની સંખ્યામાં વધારો કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને જોરદાર સંભળાવ્યું અને કહ્યું કે ચીનમાં હકીકતમાં મૃતકોની સંખ્યા કયાંય વધુ જ છે. આ આંકડો અમેરિકા કરતાં કયાંય વધુ છે. શંકાના દાયરામાં ચીનના આંકડાઓ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતી. આ બધાની વચ્ચે ચીને અચાનક 1290 મોતની માહિતી […]

Continue Reading

બ્રિટનમાં લોકડાઉનન ત્રણ અઠવાડિયા માટે લંબાવાયુ, ન્યૂયોર્ક પણ 15 મે સુધી બંધ

સમગ્ર વિશ્વમાં લોકો આ સમયે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બ્રિટન સરકારે પણ પોતાના ત્યાં લોકડાઉન લાગુ કરેલું છે. આજે બ્રિટનમાં લોકડાઉનની સમય મર્યાદાને ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ લોકડાઉનને 15 મે […]

Continue Reading

વિશ્વની સરખામણીએ ભારતની સ્થિતિ રાહતજનક, સંક્રમણ અને મૃત્યુઆંક 3 મહિના પછી પણ યુરોપ, અમેરિકા કરતાં ઘણાં જ ઓછા

કોરોના મહાસંકટ સામે દુનિયાભરના દેશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને યુરોપ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ભારે મોટા પ્રમાણમાં ખુવારી નોંધાઈ છે ત્યારે ભારતમાં હજુ સુધી સ્થિતિ રાહતજનક જણાય છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને પ્રસિદ્ધ મેગેઝિન નેશનલ જ્યોગ્રાફિક દ્વારા તૈયાર થયેલ ડેટાબેઝ મુજબ, પ્રત્યેક 10 લાખની વસ્તીએ ભારતમાં સંક્રમિતોની સંખ્યા ફક્ત 9 છે, […]

Continue Reading

કોરોના સંકટ વચ્ચે RBIનું એલાન, રોકડના ફ્લો માટે બજારમાં 50,000 કરોડ નાખશે

કોરોના વાઈરસના મહાસંકટ વચ્ચે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા સરકાર મોટા પગલા લઈ શકે છે. આ કડીમાં આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. RBI ગવર્નરે કહ્યુ કે કોરોના સંકટ વચ્ચે બેન્ક તમામ પરિસ્થિતિ પર નજર રાખે છે.  અત્યારે 150થી વધારે અધિકારી સતત ક્વોરન્ટાઈન થઈને પણ કામ કરી રહ્યા અને દરેક […]

Continue Reading

ક્વોરન્ટાઈન પૂર્ણ કરનારા ગરીબોને 2000 રૂપિયા આપશે આંધ્ર સરકાર

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે સરકારી સુવિધાઓમાં ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કરનારા પ્રત્યેક ગરીબ વ્યક્તિને સરકાર તરફથી 2000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કર્યા બાદ જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો ક્વોરન્ટાઈન પૂર્ણ થાય ત્યારબાદ પ્રત્યેક ગરીબ વ્યક્તિને 2000 રૂપિયાની મદદ કરવામાં આવશે જેથી તેમાંથી તેઓ […]

Continue Reading

EDએ તબલિગી જમાતના મૌલાના સાદ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો

ઈડીએ નિઝામુદ્દીન મરકજ, તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી અને પ્રબંધન કમિટી પર મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. મૌલાના સાદ પર મોટા પાયે દેશ અને વિદેશમાંથી ફંડિંગ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈડીએ મૌલાના સાદ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. મૌલાના […]

Continue Reading

દુનિયાના સૌથી મોટા રેફ્યૂજી કેમ્પ પર Coronaનો ખતરો, એક જ ઝાટકે લાખો લોકો ભરડામાં આવી જશે

દુનિયાભરમાં Corona વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દુનિયાના સૌથી મોટા રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પને Corona વાયરસનો ખતરો છે. બાંગ્લાદેશના કૉક્સ બાજારમાં ભરચક શિબિરો અને ભીડમાં રહેતા આશરે 10 લાખ રોહિંગ્યા શરણાર્થી Corona વાયરસથી પ્રભાવિત થઇ શકે છે. સાથે જ જાણકારીનો અભાવ અને ગરીબીના કારણે Corona સંક્રમણ સામે લડવુ […]

Continue Reading

શા માટે લોકો ફરીને ફરી કોરોનાથી થઈ રહ્યા છે સંક્રમિત, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની પ્રયોગશાળામાં આ શોધ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસ માણસના શરીરમાં રહેલા ઈમ્યૂન સેલ્સ એટલે કે રોગપ્રતિરોધક શક્તિની કોશિકાઓ એટલે કે ટી-લિમ્ફોસાઈટ્સ પર આક્રમણ કરે છે. આ કારણે કોશિકાઓ નિષ્ક્રિય બને છે. ટી-લિમ્ફોસાઈટ્સના નિષ્ક્રિય થવાના કારણે ફરી સંક્રમણનો ખતરો વધે છે. એક વાર કોઈ વ્યક્તિના શરીરની […]

Continue Reading

વ્યવસ્થાના અભાવે દિલ્હીમાં હજારો મજૂરો ફરી રસ્તા પર

કોરોના વાઇરસ ફેલાતા સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેનાથી બીજી સમસ્યા ઉભી થઇ ગઇ છે. અનેક રાજ્યોમાં મજૂરો ફસાયા છે અને તેઓ હવે પોતાના રાજ્યમાં જવા માટે મથી રહ્યા છે. મુંબઇ બાદ હવે દિલ્હીમાં મજૂરો ફરી એકઠા થયા હતા, હજારોની સંખ્યામાં મજૂરો દિલ્હીના યમૂના ઘાટ પર એકઠા થઇ જતા સરકાર દોડતી થઇ ગઇ છે. […]

Continue Reading