વડોદરા: દુમાડ ગામે 11મો મગર પકડાયો, સૌથી મોટા મગરે પાંજરૂ પણ તોડી નાખ્યું

વડોદરા નજીકના દુમાડ ગામમાંથી સૌથી વધુ મગરો પકડાઈ રહ્યા છે અને બે મહિનાના ગાળામાં આજે સૌથી મોટો 11 મો મગર પકડાયો છે. વિશ્વામિત્રી નદી પાસે આવેલા દુમાડ ગામમાં પૂર દરમિયાન આવી ગયેલા મગરો પાછા ફર્યા નથી અને ગામના બંને તળાવો તેમજ ખેતરોમાં મગરોએ પડાવ નાખ્યો છે. છેલ્લા બે મહિનામાં દુમાડમાં થી 10 મગર પકડાયા છે. […]

Continue Reading

GSTમાં ખામીઓ છે, પરંતુ તે હવે કાયદો છે: નાણામંત્રી નિર્મલા સીતારમન

GSTને લઇને ચાલી રહેવા વિવાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ નીતિમાં ભૂલો હોવાનું સ્વીકાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે તમામ સમસ્યાઓ પછી પણ GSTદેશનો કાયદો બની ચૂક્યું છે, જેનું પાલન બધાએ કરવાનું છે. નાણામંત્રીએ સ્વીકાર્યું કે, GSTમાં ખામિયો હોઇ શકે, જેના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ કાયદો છે. જે બધાએ પાળવાનો છે. […]

Continue Reading

ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટ 2019 માં મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ફરીએક વાર પહેલા નંબરે બિરાજ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીને વર્ષ 2019 માટે સૌથી ધનિક ભારતીયોની યાદી બહાર પાડી હતી જેમાં મુકેશ અંબાણીઓ ટોચનુ સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની કુલ સંપત્તિ 5,140 કરોડ ડોલર (આશરે 3.64 લાખ કરોડ રુપિયા)સાથે બારમી વખત આ યાદીમાં ટોચ પર […]

Continue Reading

PM મોદીએ તમિળ પહેરવેશ પહેરીને જિનપિંગનું સ્વાગત કર્યું, ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૈપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે મહાબલીપુરમ પહોંચ્યા હતા. મોદી અહીં ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા. તેમણે મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક […]

Continue Reading

પીએમ મોદીને પત્ર લખનાર 49 મહાનુભાવોને રાહત, દેશદ્રોહનો કેસ ખોટો સાબિત થયો

દેશમાં મોબ લિંચિંગના વધતા મામલાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિરોધ વ્યક્ત કરનારા 49 મહાનુભાવોને મોટી રાહતના સમાચાર છે. તાજેતરમાં તેમની સામે દેશદ્રોહનો કેસ થયો હોવાની ચર્ચાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું, જેને બંધ કરવાના આદેશ થયા છે. આ કેસનું સુપરવિઝન કરી રહેલા મુઝફ્ફરપુરના એસએસપી મનોજ કુશવાહાએ કેસ બંધ કરવાના આદેશ કર્યા છે. તેમણે […]

Continue Reading

બિહારના પૂર પીડિતો માટે મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું 51 લાખનું મહાદાન

પૂરગ્રસ્ત બિહારને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 51 લાખ રુપિયાની આર્થિક મદદ કરી છે. તેમણે આ મદદ બિહારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. મહાનાયકના એક પ્રતિનિધિએ તેમના તરફથી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની મુલાકાત લીધી હતી અને આર્થિક મદદ માટે 51 લાખ રુપિયાનો ચેક સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહાર ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત બન્યું હતું, […]

Continue Reading

ઈમરાન ખાને પાકિસ્તાનને દેવા તળે દબાવી દીધું, એક વર્ષમાં 7,509 અબજ રૂપિયા કર્જ લીધુ

વિશ્વ ક્રિકેટના લિવિંગ લેજન્ડ મટીને પોલિટિશ્યન બનેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સત્તા પર આવ્યા પછી ફક્ત એક વર્ષમાં 7,509 અબજ રૂપિયાનું કર્જ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને વડા પ્રધાન કાર્યાલયને આ બાબતનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. સત્તા પર આવ્યાના પહેલાજ વર્ષે ઇમરાન ખાને પાકિસ્તાનને કમરતોડ કરજબોજા […]

Continue Reading

મહાબલિપુરમમાં મોદી અને જિનપિંગ વચ્ચે શિખર મંત્રણા

ચીનના પ્રમુખ શી જિનપિંગના બે દિવસના ભારત પ્રવાસની વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. જિનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે. તેમની અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે અનૌપચારિક શિખર મંત્રણા થશે. જિનપિંગની સાથે ચીનના બીજા વરિષ્ઠ નેતાઓ પણ આવવાના છે. આ મંત્રણામાં આતંકવાદ સહિતના બીજા પાસાઓ પર ચર્ચા થશે.એવી પણ ખબર છે કે, ભારત અને […]

Continue Reading

50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી આ ‘દિવાળી ગિફ્ટ’

દિવાળીના તહેવારો પહેલા મોદી સરકારે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકકરે જાહેરાત કરી છે કે, સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીયરનેસ એલાઉન્સમાં પાંચ ટકાનો વધારો કરાયો છે. પહેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓનુ ડીએ 12 ટકા હતુ અને હવે સરકારના નિર્ણયથી તે વધીને 17 […]

Continue Reading

તુર્કીએ સિરીયામાં મિલિટરી ઓપરેશનના ભાગરૂપે એરસ્ટ્રાઇક શરુ કરી, અમેરિકાએ એક્શન માટે જવાબદારી સોંપી

તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગને જાહેર કર્યું છે કે સિરીયામાં મિલિટરી ઓપરેશન શરુ થઇ ગયું છે. ફાઇટર પ્લેન દ્વારા બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. ઉતર-પૂર્વી સિરીયાના રસ-અલ-આઇન ટાઉન પાસે રોકેટના મોટા ધડાકા સંભળાઇ રહ્યા હતા. આ વિસ્તાર તુર્કીની બોર્ડરથી નજીક છે. ધડાકા બાદ અહીંથી ધુમાડાના ગોટા ઉંચે ચડતા દેખાઇ રહ્યા છે. અમેરિકાના ટ્રૂપને સિરીયાથી પાછા જવાનો આદેશ […]

Continue Reading