BCCIની AGM સમાપ્ત: તો હવે 2024 સુધી ચાલશે દાદા ‘ગીરી’?

ખેલ-જગત મુખ્ય સમાચાર

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ રવિવારે તેના પદાધિકારીઓના કાર્યકાળમાં છૂટછાટને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ) માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ મીડિયા સૂત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે આ રીતે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કાર્યકાળમાં 9 મહિનાનો વધારો થઈ શકે છે. બોર્ડના એક ઉચ્ચ અધિકારીઓ આ અંગે જણાવ્યું કે,’દરેક પ્રસ્તાવિત સંશોધનોને મંજૂરી આપવામાં આવી છે અને આને સુપ્રીમ કોર્ટની સ્વીકૃતિ માટે ઉચ્ચ અદાલતમાં મોકલવામાં આવશે.’ હાલના બંધારણ મુજબ, એક પદાધિકારી જેને બીસીસીઆઈ અથવા રાજ્ય સંઘમાં બે વખત ત્રણ વર્ષની સેવા આપી છે. તેણે ફરજીયાત પણે ત્રણ વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડમાંથી પસાર થવું પડે છે.

આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબરથી બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જો સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી જશે તો તેઓ 2024 સુધી આ પદ પર યથાવત રહેશે.