વાહનચાલકોએ આ નિયમનું પાલન ન કર્યું તો રદ થઈ જશે આજીવન લાયસન્સ, પોલીસ બની કડક

Uncategorized

અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસુલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું છે. શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે. અને જો વાહન માલિક ઈ-મેમોની ભરપાઈ નહી કરે તો ઘણાખરા વાહન ચાલકોના આજીવન માટે લાયસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ ધ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

  • ઈ-મેમો ભરપાઈ માટે પોલીસ વિભાગની કડક કાર્યવાહી
  • વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધી સ્માર્ટસીટી ના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા ૧૦ લાખ લોકોએ ઈ-મેમો પેઈડ કર્યા છે.
  • રૂપિયા ૨૩ લાખ વ્યક્તિઓના ઈ-મેમો હજી સુધી શહેરrજનોએ ભરપાઈ કર્યા નથી.
  • જુના કેમેરા લાગ્યા હતા જેમાં ૫૦,૦૦૦ શહેરીજનોએ ભરપાઈ કર્યા છે..
  • જુના કેમેરા લાગ્યા હતા ત્યારે ૫૬,૦૦૦ વ્યક્તિઓના ઈ- ચલણ હજી પેન્ડીંગ છે.

અમદાવાદીઓએ લાખો રૂપિયાના ઈ-મેમોની ભરપાઈ તો કરી છે પરતું તેની સામે ભરપાઈ નહી કરેલાનો આંકડો વધુ છે તે વાત આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે. ટ્રાફિકના નિયમોને કડક બનવાની સાથે જ શહેર પોલીસ નાગરીકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેના માટે થઈને દંડની રકમની વસુલાત પણ પુરજોશમાં કરી રહી છે જેથી કરીને આવનારા નજીકના ભવિષ્યમાં શહેરીજનો ટ્રાફિકની સેન્સ સુધરે જેના લીધે થઈને અકસ્માતોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે.

દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લાગશે

ટુ-વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તમામાં વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન તો કરવું જ પડશે તેવા કડક આગ્રહ સાથે ટ્રાફિક પોલીસ વિભાગ હવે મેદાને ઉતરી ગઈ છે સ્માર્ટ સીટીના અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ હવે શહેરને સેન્ટ્રલાઈઝ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેના અનુસંધાને શહેરમાં દરેક મોટા ચાર રસ્તા અને શક્ય હશે તો દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે જેં પગલે શહેરમાં બનતા ગુના ઉપર પણ બાજ નજર રાખી શકાય અને ગુનાને અટકાવવામાં ઘણી સરળતા મળી રહેશે તેમ એસીપી ટ્રાફિક એ.એમ.પટેલ જણાવી રહ્યાં છે.

સ્કવોર્ડ હાથે પકડાયા તો તુરંત વસૂલશે મેમો

વર્ષ ૨૦૧૮થી ચાલી રહેલા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે થઈને કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે,તે છતાય ક્યાકં કોઈ ક્ચાસ રહી જતી લાગે છે જેના પગલે ઈ-મેમો ભરપાઈની રકમ કરતા નહી ભરેલા આંકડાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, શહેર ટ્રાફિક પોલીસ વિભાગ ધ્વારા બે થી ત્રણ પ્રકરના અલગ સ્કવોડની રચના પણ કરવામાં આવી છે જે માત્ર ઈ-મેમોને લઈને કામગીરી કરે છે બીજી તરફ આવનારા સમયમાં ટ્રાફિકના નિયમો અને ઈ-મેમો નહિ ભરપાઈ કરનારા લોકોના આગામી ભવિષ્યમાં ટ્રાનજેક્શન અટકાવી દેવામાં આવે તો પણ નવાઈ ની વાત નથી.