અનિલ અંબાણીની કંપની અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે (ADAG) અખબાર સમૂહો, પત્રકારો અને રાજકારણીઓ સામે અમદાવાદની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. ADAG ગ્રુપની 4 પેટા કંપનીઓ દ્વારા કુલ 28 જેટલા ડેફરમેશનના કેસ કરવામાં આવ્યા હતા. ભારતમાં આવું પહેલી વાર થયું હતું કે કોઈ એક કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં માનહાનીના કેસ કરવામાં આવ્યા હોય. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સામે પણ કેસ કરવામાં આવ્યો હતો અને 2 દિવસ પૂર્વે જ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના એડવોકેટે તેમને આ બાબતે જાણ કરી હતી.
કોમ સાથેની વાતચીતમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીની કંપની મારી સામે કરેલો કેસ પરત ખેચવાની છે અને તે માટેની પ્રક્રિયા પણ શરુ કરી છે. આ અંગેની જાણકારી ADAGના વકીલે મારા વકીલને આપી છે.
અમદાવાદની સિવિલ કોર્ટમાં અલગ અલગ લોકો સામે માનહાનીના જે દાવા ADAG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે તેની કુલ રકમ અંદાજે રૂ. 72,000 કરોડ જેવી થાય છે. આ રકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટવર્થ કરતા પણ વધુ છે અને રાફેલની ડીલ કરતા 100 ગણી વધારે છે.