કહેવાય છે ને કે મૃત્યુ સમયે અને હારતી વખતે વ્યક્તિના મુખ પર સત્ય આવી જ જાય છે. આ વાત મહાભારત સાથે પણ જોડાયેલી છે. જ્યારે ભીમએ દુર્યોધનને પરાસ્ત કર્યો અને તે મૃત્યુની નજીક હતો ત્યારે જમીન પર બેસુધ અવસ્થામાં તેણે હવામાં ત્રણ આંગળી દેખાડી હતી. શું તમે જાણો છો કે આમ કરવાનું કારણ શું હતું ?
જ્યારે દુર્યોધનનો અંત સમય નજીક હતો ત્યારે તેણે ત્રણ આંગળી હવામાં દેખાડી, શ્રીકૃષ્ણ સમજી ગયા કે દુર્યોધનનો ઈશારો કઈ તરફ છે. શ્રીકૃષ્ણ દુર્યોધનની નજીક આવ્યા અને કહ્યું કે, “તે જીવનમાં કોઈ સારું કાર્ય કર્યું નથી એટલે તારી પરાજય નિશ્ચિત હતી. તે જીવનભર અસત્યનો સાથ આપ્યો અને છલ કપટ કર્યું છે. ” દુર્યોધનના મનમાં જે ત્રણ પ્રશ્નો હતા તેના જવાબમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે, જો તે હસ્તિનાપુર આસપાસ કિલો બનાવ્યો હોત તો નકુલ તેને દિવ્ય ઘોડાની મદદથી તોડી દેત, અશ્વથાત્માને સેનાપતિ બનાવ્યો હોત તો યુધિષ્ઠિરના ક્રોધથી સેના એકવારમાં જ નષ્ટ થઈ ગઈ હોત અને જો વિદુર રણભૂમિમાં કૌરવ તરફથી યુદ્ધ માટે આવ્યા હોત તે સ્વયં પાંડવો તરફથી યુદ્ધમાં ઉતર્યા હોત. આ ત્રણ જવાબ સાંભળી દુર્યોધન શાંત થઈ ગયો.