હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકશે SBI ખાતાધારકો

દેશ-વિદેશ રાજકીય

બેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના એકાઉન્ટ ધારકો માટે ખાસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા દ્વારા તમે એટીએમ કાર્ડ વગર એટીએમ માંથી રોકડ ઉપાડી શકશો.

કેવી રીતે કામ કરશે

એસબીઆઈની આ YONO કેશ સુવિધા મેળવવા માટે તમારે પ્રથમ YONO એપ ડાઉનલોડ કરવું આવશ્યક છે. તેને ડાઉનલોડ કર્યા પછી તમને કેશ ટ્રાન્જેક્શનનો વિકલ્પ દેખાશે. કેશ ટ્રાન્જેક્શન માટે 6 ડિજિટનો પિન સેટ કરવો પડશે. ટ્રાન્જેક્શન માટે તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા 6 અંકનો રેફરન્સ નંબર પણ મળશે. તમને એટીએમ મશીન પર પણ YONO કેશનો વિકલ્પ દેખાઈ જશે. જ્યાં તમારે 6 અંકનો પિન અને 6 અંકનો રેફરન્સ નંબર દાખલ કરવો પડશે. આ કરતાની સાથે એટીએમમાંથી કેશ નીકળી જશે. તમને જણાવી દઈએ કે રેફરન્સ નંબર જનરેટ થતા જ 30 મિનિટની અંદર તમારે નજીકના એટીએમ જ્યાં યોનો કેશની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈને આ કામ કરવું પડશે.